Rajkot,તા.10
સુપ્રસિધ્ધ “સ્ટુડીઓ શીવ” ના માલીક ભાવીન રસીકભાઈ ખખ્ખર કે જેઓ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ દરજજે છેલ્લા ત્રણ વર્ષથી મા-બાપ વિહોલી અઢારેય વરણની 200 થી વધારે દિકરીઓનાં કોઈપણ જાતની ફી લીધા વગર વિનામુલ્યે “સમુહ લગ્ન” યોજલ છે.
આવી નિસ્વાર્થ ભાવનાની સેવાકીય કાર્યને ધ્યાને લઈ ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી ભાનુબન બાબરીયાએ તેમની ગાંધીનગર સચિવાલય ખાતેની તેમની કાર્યાલય ખાતે સુપ્રસિધ્ધ “સ્ટુડીઓ શીવ” માલીક ભાવીન રસીકભાઈ ખખ્ખરને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવી સન્માનીત કરેલ છે.