Rajkot, તા.10
ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ, રાજકોટ એ મેગા જોબ ફેરના બે સફળ સિઝન પછી, જોબ ફેસ્ટ સિઝન 3ની જાહેરાત કરી છે. આ જોબ ફેરનું આયોજન ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે.
ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં જોબ ફેરની અગાઉની 2 સીઝન ખૂબ જ સફળ રહી હતી. જેમાં 100 થી વધુ કંપનીઓએ બંને જોબ ફેરમાં ભાગ લીધો હતો. તેમાંથી ઘણા વિદ્યાર્થીઓને તેમના સપનાની નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓએ તેમની સફળતા માટે પ્રથમ પગલું ભર્યું હતું.
ત્યારે ક્રાઈસ્ટ કોલેજ ખાતે આગામી તા. 17મી જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે 8 વાગ્યાથી ક્રાઈસ્ટ કોલેજ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. નોકરી મેળવવા માંગતા કોઈપણ વિદ્યાર્થી, ઈન્ટર્ન, ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
ઘણી સારી કંપનીઓ, ઉદ્યોગો અને બ્રાન્ડ્સે આ જોબ ફેરમાં તેમની ખાલી જગ્યાઓ અને ઓપનિંગ્સની નોંધણી કરી દીધી છે અને તેઓ વિદ્યાર્થીઓને તેમની સંસ્થામાં સારી નોકરી મેળવવાની સારી તક પૂરી પાડશે.
તેથી નોકરી શોધતા તમામ ઉમેદવારો માટે વિનામૂલ્યે નોંધણી કરાવવાની અને સારી નોકરી મેળવવાની દિશામાં એક પગલું ભરવાની આ એક ઉત્તમ તક છે. આ જોબ ફેરના રજીસ્ટ્રેશન જોબ ફેરના આયોજક ક્રાઇસ્ટ કોલેજના સ્ટાફ જય જાની મો.નં.9426237877 નો સંપર્ક કરવાનો રહેશે