Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 13 જુલાઈનું પંચાંગ
    • 13 જુલાઈનું રાશિફળ
    • World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research
    • આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ
    • Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો
    • ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu
    • ત્રિરંગાના રાજકીય-ધાર્મિક ઉપયોગ પર રોક માટે Supreme Court માં અરજી
    • Russian સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને નિશાન બનાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય Stock Market માં ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!
    વ્યાપાર

    ભારતીય Stock Market માં ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalJanuary 11, 2025No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શક્યતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર સળંગ ચોથા દિવસે ઘટાળો થયો છે. પીએસયુ અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે.પરિણામે રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસમાં રૂ.૧૧ લાખ કરોડ ગુમાવ્યા છે. દેશની ટોચની આઈટી કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં આકર્ષક પ્રદર્શન નોંધાવતાં આઈટી સેક્ટરનો ગ્રોથ પોઝિટિવ રહેવાની શક્યતાઓ વધી છે. પરિણામે ઈન્ડેક્સ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦, જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાના અને હમાસને ૨૦, જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે ફરી વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ અને બીજી તરફ એચએમપીવી વાઇરસનો હાઉ ફેલાવી મંદીવાળાઓ બજાર પર હાવી થવાના પ્રયાસમાં સફળ રહ્યા બાદભારતીય શેર બજારોમાં અસાધારણ વોલેટીલિટી જોવાઈ હતી.

    ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું ભારતીય શેરબજારમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું અને સાર્વત્રિક કડાકો નોંધાયો હતો, જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો,રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર કડાકાની કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું હતું.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ડિસેમ્બર ૨૦૨૪ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પ્રવાહ નવેમ્બરની તુલનાએ ૧૪.૩% વધીને રૂ.૩૫,૯૨૭.૩ કરોડ નોંધાયો છે. જેમાં સેક્ટર અને થીમેટિક ફંડોમાં નોંધનીય રોકાણ પ્રવાહ ૩.૧૫.૩૩૧.૫ કરોડનો રહ્યો છે. જે નવેમ્બરમાં રૂ.૭૬૫૮ કરોડનો રહ્યો હતો. અલબત દેશના શેર બજારોમાં પાછલા કેટલાક મહિનાઓમાં જોવાયેલા મોટા ઘટાડા-કરેકશનના પરિણામે એક તરફ ડાયરેક્ટ ઈક્વિટીમાં રોકાણકારોને વળતરમાં નુકશાન થયું છે.ત્યારે બીજી તરફ છેલ્લા ત્રણ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોની ૧૮ ઈક્વિટી કેટગરીમાંથી ત્રણ કેટેગરીમાં જ રોકાણકારોને પોઝિટીવ વળતર મળી શક્યું છે.જેથી એક તરફ રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ વધ્યું હોવા સામે વળતર, એનએવીમાં મોટું ધોવાણ થતું જોવાયું છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ નવેમ્બરના રૂ.૨૫૪૭.૯ કરોડની તુલનાએ ઘટીને ડિસેમ્બરમાં રૂ.૨૦૧૧ કરોડ રહ્યો છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રૂ.૪૮૮૩.૪ કરોડની તુલનાએ નજીવો વધીને રૂ.૫૦૯૩ કરોડ રહ્યો છે. સ્મોલ કેપ ફંડોમાં તુલનાત્મક રોકાણ વધતું જોવાઈ નવેમ્બરના રૂ.૪૧૧૨ કરોડની તુલનાએ ડિસેમ્બરમાં રૂ.૪૬૬૮ કરોડ રહ્યો છે. આમ નેટ ધોરણે ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ૩.૩૫૯૨૭.૩ કરોડની તુલનાએ વધીને ડિસેમ્બરમાં રૂ.૪૧૧૩૬ કરોડ રહ્યો છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી, ૦૯ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૦૨૫૩.૯૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૧૯૮૨.૪૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી. ૦૯ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ. ૧૯૧૦૨.૭૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા….

    મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્‌ટ જીડીપી વૃદ્ધિ દર ૬.૪% રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૮.૨%ના દરે વૃદ્ધિ પામી હતી. ૦૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાષ્ટ્રીય આવકનો અંદાજ જાહેર કરતાં કહ્યું કે, વાસ્તવિક જીડીપી આ નાણાકીય વર્ષેમાં ૬.૪%ના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે જીડીપી વૃદ્ધિનો કામચલાઉ અંદાજ ૮.૨% રહેવાની વાત કહેવામાં આવી હતી.ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ કરતાં ઓછો છે. આરબીઆઈ એ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ માં જીડીપી ૬.૬%ના દરે વધવાનો અંદાજ લગાવ્યો છે. જો આપણે પહેલા ત્રિમાસિકની વાત કરીએ તો દેશનો વિકાસ દર ૬.૭% હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં આ વૃદ્ધિ ઘટીને ૫.૪% રહ્યો હતો. જેની કોઈને પણ અપેક્ષા નહોતી. ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વધવાની ધારણા હોવા છતાં. તે મૂળ અંદાજ કરતાં નબળો રહેવાની ધારણા છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માં ૬.૬%ના દરે જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની પોલિસી બેઠક પણ યોજાવાની છે. તેના અંદાજ પર પણ બધાની નજર રહેશે.

    છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

    સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે.વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)લુપીન લિમિટેડ (૨૧૯૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૧૪૪ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક રૂા.૨૨૧૩ થી રૂા.૨૨૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)ઇન્ફોસીસ લિમિટેડ (૧૯૭૨) : આ સ્ટોક રૂા.૧૯૨૯ નો પ્રથમ અને રૂા.૧૯૦૯ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૯૯૩ થી રૂા.૨૦૦૮ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩) ACC લિમિેટેડ (૧૯૩૬) :  ૩૦૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૮૮૮  નો પ્રથમ તેમજ રૂા. ૧૮૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા. ૧૯૭૩ થી રૂા.૧૯૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)હિન્દુસ્તાન યુનિલીવર (૨૪૪૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૪૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૫૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૪૦૪ થી રૂા.૨૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૫૩૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)મૂથુટ ફાઇનાન્સ (૨૧૪૦) : રૂા.૨૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૨૧૯૪ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૧૦૮ થી રૂા.૨૦૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)સન ફાર્મા (૧૭૯૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૮૧૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૮૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૭૬૭ થી રૂા.૧૭૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૮૩૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)રેલટેલ કોર્પોરેશન (૩૭૩) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૪૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૯૩ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૩૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૧૮ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૫૪ થી રૂા.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)મોઇલ લિમિેટેડ (૩૨૭) : રૂા.૩૦૩ નો પ્રથમ તેમજ રૂા.૨૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૪૭ થી રૂા.૩૬૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ડી બી કોર્પ (૨૭૦) : પ્રિન્ટ મીડિયા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૮૮ થી રૂા.૨૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)કર્ણાટક બેન્ક (૧૯૦) : રૂા.૧૭૭નો પ્રથમ તેમજ રૂા.૧૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૦૩ થી રૂા.૨૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ (૧૭૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૫૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૯૩ થી રૂા.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (૧૬૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૪૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૭૭ થી રૂા.૧૯૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૬૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૪૪આસપાસ રોકાણકારે રૂા.૧૭૭ થી રૂા.૧૯૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૨૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)કેમ્બ્રિજ ટેકનોલોજી (૯૭) : કોમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટીંગ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૧૨ થી રૂા.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૭૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  લોજિસ્ટીકસ સોલ્યુશન પ્રોવાઇડર સેકટરના આ સ્ટોકને રૂા.૬૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૩ થી રૂા.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩)એનએચપીસી લિમિટેડ (૭૪) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૭ નો પ્રથમ તેમજ રૂા.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૪ થી રૂા.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજીસ (૫૭) : રૂા.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૮ થી રૂા.૭૩  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશનો આર્થિક વૃદ્ધિ દર ૬.૪% રહેવાનો અંદાજ…!!

    મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર ૬.૪ ટકાએ આવી શકે છે. સરકારી આંકડાઓમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.૬.૪ ટકા જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી સૌથી ઓછું છે. ઉલ્લેખનિય છે કે કોવિડ વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી માઇનસ ૫.૮ ટકા રહ્યો હતો. જીડીપી ૨૦૨૧-૨૨માં ૯.૭ ટકા, ૨૦૨૨-૨૩માં ૭ ટકા અને ૨૦૨૩-૨૪માં ૮.૨ ટકા રહ્યો હતો.

    એનએસઓનાનાણાકીય  વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૬.૪ ટકા વૃદ્ધિનો અંદાજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંદાજથી ઓછો છે. આરબીઆઇએ ડિસેમ્બર, ૨૦૨૪માં જારી પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૬ ટકા રહેશે.

    આ ઉપરાંત એનએસઓનો આ અંદાજ નાણા મંત્રાલયના અંદાજથી પણ ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ એડવાન્સ અંદાજનો ઉપયોગ લોકસભામાં એક ફેબુ્રઆરીએ નાણા પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા રજૂ કરવામાં આવનારા બજેટને તૈયાર કરવામાં થાય છે.

    એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૫.૩ ટકા રહેશે. જે ગત નાણાકીય વર્ષમાં ૯.૯ ટકા હતો. ૨૦૨૪-૨૫માં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર ૫.૮ ટકા રહેવાનો અંદાજ છે.  જે ગત નાણાકીય વર્ષમાં ૬.૪ ટકા હતો. ઉલ્લેખનિય છે કે સર્વિસ સેક્ટરમાં વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે.૨૦૨૪-૨૫માં કૃષિ સેક્ટરનો વૃદ્ધિ દર ૩.૮ ટકા રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં ૧.૪ ટકા હતો. એનએસઓના અંદાજ મુજબ ૨૦૨૪૨-૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૮ ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે.

    એનબીએફસી સેક્ટરમાં ધિરાણ વૃદ્ધિ ઘટીને ૭.૮%…!!નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) સેક્ટરમાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૭.૮%પર આવી ગઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૧૯% હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ક્ષેત્રિય જમાવટના ડેટા અનુસાર, આ મંદીએ સર્વિસ સેક્ટરમાં ધિરાણ વૃદ્ધિમાં ઘટાડા માટે ફાળો આપ્યો હતો, જે આગલા વર્ષના સમાન સમય ગાળામાં ૨૨.૨%થી ઘટીને ૧૪.૪% આવી ગયો હતો. આરબીઆઈના ડેટા અનુસાર, ૨૯ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં એનબીએફસી સેક્ટરમાં ધિરાણ રૂ.૧૫.૭૫ ટ્રિલિયન હતું, જે ૨૨ માર્ચ ૨૦૨૪ સુધીમાં અંદાજીત ૧૫.૪૮ ટ્રિલિયન હતું. રિઝર્વ બેન્કે તાજેતરમાં બહાર પાડેલા ભારતમાં બેંકિંગનો ટ્રેન્ડ અને પ્રગતિઅહેવાલમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે એનબીએફસીએ જોખમ ઘટાડવાની વ્યૂહરચના તરીકે તેમના ભંડોળના સ્ત્રોતોને વધુ વૈવિધ્યીકરણ કરવાની જરૂર છે.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના સમયમાં કેટલાક અંકુશો મૂક્યા હોવા છતાં એનબીએફસીની બેંક ઋણ પરની નિર્ભરતા વધારે છે. એનબીએફસીસેક્ટરમાં ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો મોટાભાગે રિઝર્વ બેન્કના નવેમ્બર ૨૦૨૩માં એનબીએફસીને બેંક ભંડોળ પર જોખમ ઘટાડવા માટે લેવામાં આવેલા નિર્ણયને આભારી છે. આ પગલાએ એનબીએફસીને તેમના ભંડોળના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા,બોન્ડ્‌સ દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સ્થાનિક મૂડી બજારો તરફ વળવા અને ડોલર બોન્ડ્‌સ તથા સિન્ડિકેટ લોન દ્વારા વિદેશી બજારો સુધી પહોંચવા માટે પ્રેરિત કર્યા હતા.

    ભંડોળ માટે બેંકો પર એનબીએફસીની નિર્ભરતામાં ઘટાડો એ એકંદર નાણાકીય સ્થિરતા માટે સારા રીતે સંકેત આપે છે, એમ જણાવીને સેન્ટ્રલ બેન્કે નોંધ્યું હતું કે, એનબીએફ સી માટે બેંક ઋણ એ ભંડોળનો પ્રાથમિક સ્ત્રોત છે. રિટેલ ધિરાણ વૃદ્ધિ ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ધીમી પડી ૧૬.૩% હતી, જે અગાઉના વર્ષના સમાન સમય ગાળામાં ૧૮.૭% હતી. આ સ્થિતિ મુખ્યત્વે વ્યક્તિગત લોન, વાહન લોન અને ક્રેડિટ કાર્ડની માગમાં થયેલા ઘટાડાને કારણે હતી.

    ડિસેમ્બર ત્રિમાસિકમાં ડીમેટ ખાતાની સંખ્યામાં ૨૬.૩૦% નો ઘટાડો…!!

    દેશના ઈક્વિટી સેકન્ડરી માર્કેટમાં ઓકટોબર મહિનાથીવિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં પડેલા ગાબડાંને પરિણામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતાના ઉમેરા પર જોવા મળી રહી છે.૨૦૨૪ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ ૯૭.૭૦ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૨૬.૩૦% ઓછા છે અને છેલ્લા ૪ ત્રિમાસિકમાં સૌથી નીચો આંક છે,એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

    ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ ૭.૩૦% અને નિફટી ૮.૩૦% ઘટાડો થયો હતો,જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો રહ્યો હતો.સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧.૩૨ કરોડ નવા ડીમેટ ખાતા ખૂલ્યા હતા. ડિસેમ્બરના અંતે કુલ ડીમેટ ખાતાની સંખ્યા ૧૮.૫૩ કરોડ રહી હતી,જે નવેમ્બરના અંતે ૧૮.૨૦ કરોડ ટન જોવા મળી હતી. ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં ડીમેટ ખાતામાં કુલ ૪.૬૦ કરોડનો ઉમેરો થયો છે,જે ૨૦૨૩ના આંકમાં ૩૩% વધારો થયો છે. સ્થાનિક સ્થળે કંપનીઓના નબળા પરિણામ તથા નબળી માંગે પણ રોકાણકારોમાં નિરાશા ફેલાવી છે. દેશમાં અન્ય એસેટસની સરખામણીએ ઈક્વિટીસમાં સારૂં વળતર મળી રહેતુ હોવાથી તાજેતરના વર્ષોમાં ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં વધારો થતો જાય છે. સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીને પગલે રોકાણકારોનું આઈપીઓમાં પણ આકર્ષણ વધતું જાય છે.

    કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં IPO માર્કેટમાં અંદાજીત ૨૫ ન્યૂ એજ કંપનીઓ લિસ્ટ થવાની સંભાવના…!!

    કેલેન્ડર વર્ષમાં આઈપીઓ બજારની ધૂમ જોવા મળી હતી. ગત કેલેન્ડર વર્ષમાં અનેક કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ ફંડ એકત્ર કરીને માર્કેટમાં પદાર્પણ કર્યું હતુ. નવા કેલેન્ડર વર્ષ માટે પણ રિલાયન્સ જિયો,એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, એથર એનર્જી સહિતની અનેક કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માર્કેટમાં ઉતરશે. જોકે એક અહેવાલ અનુસાર આ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૨૫ કંપનીઓનો પાઈપલાઈનમાં છે.રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ઓછામાં ઓછી ૨૫ ન્યૂ એજ કંપનીઓ લિસ્ટ થવાની ધારણા છે.

    જો આ તમામ કંપનીઓનું લિસ્ટિંગ થશે તો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ આઈપીઓનો નવો રેકોર્ડ બનશે. આ અગાઉ ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ શેરબજારમાં પદાર્પણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર એથર એનર્જી, એરિસ ઈન્ફ્રા, અવાન્સે, એય ફાઈનાન્સ, બોટ, બ્લુસ્ટોન, કાર દેખો,કેપ્ટન ફ્રેશ, દેવેક્સ, ઈકોમ એક્સપ્રેસ અને ફ્રેક્ટલ જેવી સ્ટાર્ટઅપ કંપનીઓના આઇઓપીઓ ૨૦૨૫માં આવવાની સંભાવના છે.આ સિવાય ઈન્ફ્રા. માર્કેટ, ઈનોવેટી, ઈન્ક્રેડ, ઈન્ડિક્યુબ, ઓફબિઝનેસ, ફિઝિક્સવાલા,પે-યુ,પાઈન પેલ, ઉલ્લુ ડિજિટલ, શેડોફેક્સ, સ્માર્ટ વર્ક્સ, ઝેપફ્રેશ, ઝેપ્ટો અને ઝેટવેર્ક અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ જેઓની આઈપીઓ બહાર પાડવાની યોજના છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 12, 2025
    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025

    આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ

    July 12, 2025

    Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો

    July 12, 2025

    ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.