Rajkot,તા.11
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવેલા વાપીમાં રોડ અન્ડર બ્રિજ બનાવવા માટે બગવાડા-વાપી સેક્શનમાં બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે-
૧. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પોરબંદરથી દોડતી ટ્રેન નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨ કલાક ૧૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે.
૨. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પોરબંદરથી દોડતી ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૧ કલાક ૪૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે.
રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે.