કરન્સી માર્કેટમાં કેટલાંક વખતથી સતત દબાણ હેઠળ રહેલા ભારતીય રૂપિયાએ પણ આજે ડુબકી લગાવી હતી. આજે પ્રારંભીક કલાકમાં જ 36 પૈસાના ધરખમ કડાકાથી 86.33 નવા તળીયે ઘસી પડયો હતો. શેરબજારમાં પણ ગાબડુ પડયુ હતું.
અર્થતંત્ર સંબંધી અનિશ્ચિતતાનો સંકેત આપતા આંકડા તથા વિકાસદર અનુમાન કરતાં નીચો રહેવાના રીપોર્ટ વચ્ચે કરન્સી માર્કેટમાં આજે જોરદાર કડાકો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 86 ના સ્તરને વટાવી ગયો હતો.
રૂપિયાની નબળાઈને પગલે આયાતી ચીજો મોંઘી થવા, મોંઘવારી ભડકવા સાથે આર્થિક મોરચે નવો પડકાર સર્જાઈ શકે છે અને રૂપિયાની નબળાઈથી તેના આયાત વધુ મોંઘી થઈ શકે છે. આ સિવાય ખાતર સહીત આયાત થતી તમામ ચીજવસ્તુઓનું ભાવમાં વધારાનું જોખમ રહેશે.
કરન્સી માર્કેટની સાથોસાથ શેરબજારમાં પણ મંદીનો વોલસ્ટ્રીટમાં કડાકા, વિશ્વબજારની મંદી, વિદેશી નાણા સંસ્થાઓની સતત વેચવાલી, વિકાસદરમાં ઘટાડાનુ અનુમાન જેવા પ્રતિકુળ કારણોની સામે નવા સારા પરિબળોની ગેરહાજરીથી માનસ નબળુ હતું.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે આગામી બે સપ્તાહ હવે એકશન પેક રહેવાની શકયતા છે. કોર્પોરેટ કંપનીઓનાં પરિણામો બાદ અમેરીકામાં ટ્રમ્પની તાજપોશી બાદ નવી સરકારની નીતિ વિષયક જાહેરાતો તથા 1લી ફેબ્રુઆરીઅહે ભારતમાં સામાન્ય બજેટ નવો ટ્રેન્ડ નકકી કરશે.
શેરબજારમાં આજે લગભગ તમામ ક્ષેત્રોના શેરો દબાણ હેઠળ રહ્યા હતા. અદાણી પોર્ટ, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મહિન્દ્રા, મારૂતી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, જેવા શેરોમાં ગાબડા હતા. ઈન્ડુસઈન્ડ બેંક, બ્રિટાનીયા, એકસીસ બેંક, ટીસીએસ જેવા શેરો ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 731 પોઈન્ટના ઉછાળાથી 76647 હતો તે ઉંચામાં 76846 તથા નીચામાં 76535 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 230 પોઈન્ટના ઉછાળાથી 23201 હતો તે ઉંચામાં 23270 તથા નીચામાં 23172 હતો.