New Delhi, તા.૧૬
દિલ્હી ચૂંટણી માટે ભાજપે ચોથી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ બાબરપુર વિધાનસભા સીટથી અનિલ વશિષ્ઠને ઉમેદવાર બનાવ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, આ સીટ પરથી નૂપુર શર્માને મેદાનમાં ઉતારશે. પણ સૂત્રોના જણાવ્યા મુજબ તેમના નામ પર ચર્ચા થઈ નથી.
ભાજપે ગ્રેટર કૈલાશ વિધાનસભા સીટથી શિખા રાયને ટિકિટ આપી છે. તેમની ટક્કર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને કોંગ્રેસના ગર્વિત સાંધવી સાથે થશે. શાહદરાથી સંજય ગોયલ ઉમેદવાર બનાવ્યા છે. તો વળી દિલ્હી કૈન્ટથી ભુવન તંવર ઉમેદવાર હશે.
આ ઉપરાંત સંગમ વિહારથી પાર્ટીએ ચંદન કુમાર ચૌધરીને ટિકિટ આપી છે. પૂનમ શર્મા વજીરપુરથી ઉમેદવાર હશે. બવાના સુરક્ષિત સીટથી રવિન્દ્ર કુમાર ઉમેદવાર બનાવ્યા છે. ત્રિલોકપુરીથી રવિકાંત ઉજ્જૈન ચૂંટણી મેદાનમાં હશે. ગોકુલપુરથી પ્રવીણ નિમેષને ઉમેદવાર બનાવ્યા છે. આ દરમ્યાન નીતિશ કુમારની પાર્ટી પણ દિલ્હીના ચૂંટણી મેદાનમાં કુદી ચુકી છે.
જેડીયૂએ પાર્ટીના દિલ્હી અધ્યક્ષ શૈલેન્દ્ર કુમારને બુરાડીથી ઉમેદવાર બનાવ્યા છે. જેડીયૂએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે, તે ફક્ત એક સીટ પર જ વિધાનસભા ચૂંટણી લડશે. જેડીયૂ ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે.