રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૦૪૨ સામે ૭૭૦૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૨૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૬૧૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૭૭ સામે ૨૩૩૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૧૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વમાં ફરી યુદ્વના અંત તરફી ડેવલપમેન્ટમાં ઈઝરાયેલની યુદ્વ અંત માટેની ડિલને હમાસે સ્વિકાર્યા બાદ ફરી ઈઝરાયેલે હમાસ આ વિરામને જોખમમાં મૂકી રહ્યાના આક્ષેપ છતાં ટ્રમ્પ હવે ચાઈનાને દુશ્મનને બદલે દોસ્ત બનવા તરફી મળી રહેલા સંકેતે વિશ્વનું અર્થતંત્ર ફરી રિકવરીના પંથે આગળ વધવાની અપેક્ષામાં તેમજ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને સારા કોર્પોરેટ પરિણામોએ સપ્તાહની શરૂઆતમાં આવેલી તેજી બાદ સપ્તાહના અંતિમ દિવસે મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વિશ્વાસની કટોકટી સાથે એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષાથી ઓછા આવતાં ત્યાં હવે પછી વ્યાજ દર ઘટવાની આશા વધતાં તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ થતા રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી ઝડપી ઘટાડા તરફ રહ્યા હતા, જયારે હમાસ, ગાઝાના સંદર્ભમાં યુદ્ધ વિરામના પ્રશ્ને ઈઝરાઈલના વડાપ્રધાને શંકા બતાવતાં ત્યાંની કેબીનેટ યુદ્ધ વિરામના નિર્ણય પાછો ઠેલ્યાના અહેવાલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, બેન્કેકસ, ફાઈનાન્સીયલ સર્વીસીસ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૬ અને વધનારની સંખ્યા ૨૦૫૬ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૨.૭૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૫૭%, નેસ્લે ઇન્ડિયા ૨.૨૬%, ટાટા સ્ટીલ ૧.૯૬%, એશિયન પેઈન્ટ ૧.૯૫%, આઈટીસી ૧.૭૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૫%, લાર્સેન લી. ૧.૬૦% અને સન ફાર્મા ૧.૨૮% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લી. ૫.૭૭%, એકસિસ બેન્ક ૪.૭૧%, કોટક બેન્ક ૨.૫૮%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૧%, ટીસીએસ લી. ૧.૯૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૧%, ટેક મહિન્દ્ર ૧.૮૧%, બજાજ ફાઈનાન્સ ૧.૧૧% અને એચડીએફસી બેન્ક ૦.૯૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૭.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૨૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૨૦૨ પોઈન્ટ થી ૨૩૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૭.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૬૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૮૮૦ પોઈન્ટ પ્રથમ અને ૪૯૦૯૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૬૦૬ પોઈન્ટ થી ૪૮૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૦૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- લ્યુપિન લિ. ( ૨૧૧૭ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૯૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૪૪ થી રૂ.૨૧૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૭૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- કોટક બેન્ક ( ૧૭૬૨ ) :- રૂ.૧૭૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૧૭ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૮૭ થી રૂ.૧૮૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૭૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહાનગર ગેસ ( ૧૩૨૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૮૮ સ્ટોપલોસ આસપાસ એલપીજી/પીએનજી/સીએનજી સપ્લાયર સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૬૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૬૩ ) :- રૂ.૧૬૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એસબીઆઈ લાઈફ ( ૧૫૪૧ ) :- લાઈફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૮૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૦૮ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૨૯ ) :- રૂ.૧૨૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૭૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.