Girgadhda,તા,18
તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામના ખેડૂતો આજરોજ પુરવઠા મામલતદાર અધિકારી પાસે NFSA ૨૦૧૩ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ મુજબ પાત્રતા ધરાવતા પરિવારો ને સત્વરે સમાવિષ્ટ કરવા માટે રજૂઆત કરી છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈપણ સર્વે કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને હાલ સુધી પણ રાશન પુરવઠો મળતો નથી માધુપુર ગીર ના અગ્રણી વિજયભાઈ હિરપરા દ્વારા જણાવેલ માહિતીમાં છેલ્લા ૩ વર્ષ થી લેખિત રજુઆત છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવેલ તેમજ પાત્રતા ન ધરાવતા ઘણા રાશનકાર્ડધારકો ને પુરવઠો મળે છે તેમજ નાની મોટી પુરવઠા વિભાગ ને લાગતી સમસ્યા અનુસંધાને આજ રોજ મામલતદાર કચેરી પર રજુઆત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી સર્વે કરવા માં આવે અને પાત્રતા ધરાવતા પરિવારોને જ કાયદા મુજબ પુરવઠો મળે તે સર્વે કરી તાત્કાલિક ધોરણે અમારી રજુઆત નો નિકાલ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી

