Morbiતા.18
રાજપર શનાળા રોડ પર કાર ચાલકે પુરઝડપે ચલાવી બે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બંને બાઈકમાં સવાર બે સગા ભાઈઓ સહીત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જે અકસ્માતના બનાવ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા માવજીભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ.૪૪) વાળાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલકે રાજપર શનાળા રોડ પર પોતાની કાર પુરઝડપે ચલાવી નીકળતા ફરિયાદીના દીકરા મહેશભાઈના બાઈક અને ચેતનભાઈના બાઈકને ઠોકર મારી પછાડી દીધા હતા જે બંને બાઈકને ટક્કર મારી નીચે પછાડી દીધા હતા જે અકસ્માતમાં ફરીયાદીના દીકરા મહેશને પગના ભાગે તેમજ રજનીકાંતભાઈને ડાબા પગમાં ઈજા થઇ હતી તેમજ બીજા બાઈકના ચાલક ચેતનભાઈને શરીરે ઈજા કરી અને તેની પાછળ બેસેલ સગાભાઈ તીરથને ગરદનથી કમર સુધી ઈજા કરી હતી આમ બે બાઈકમાં સવાર ચાર વ્યક્તિને ઈજા પહોંચતા બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે