મનુષ્યને થતાં અસંખ્ય રોગોમાં લગભગ ૫૦૦૦ જાતના રોગોના ગૌમૂત્રમાં સમાયેલો છે ઈલાજ
ગાય સ્વયં પવિત્ર છે અને તેથી જ તે વિશ્વ માતા છે. ગાયના તમામ અંગ ઉપાંગોમાં દેવતાઓનો વાસ રહ્યો છે. ગાયની ઉપાસના અથવા સેવા સ્વયં ચોસઠ કલાયુક્ત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીએ કરી છે, તે ગૌમાતા સમક્ષ આપણે સૌ નતમસ્તકે છીએ. ગાયના અમૃતતુલ્ય દૂધથી પ્રાપ્ત પદાર્થ સ્વસ્થ જીવનની ચાવી છે. ઉપરાંત ગાયના છાણમાંથી ખાતર પ્રાપ્ત થાય છે. તેના પરિણામે આપણને અનાજ પ્રાપ્ત થાય છે તેમજ બળતણ માટે છાણાં ઉપયોગી છે. આ છાણ અદ્ભૂત ઔષધ પણ છે. ગૌમૂત્રનો મહિમા તો અપરંપાર છે. ગૌમૂત્રને અતિ પવિત્ર માનવામાં આવેલ છે.
ભૂમિદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરતાં વિશેષ મૂલ્યવાન અને પુણ્યપ્રાપ્તિ હેતુ ગૌદાનની ખૂબ જ મહત્તા છે. કહ્યું છે કે ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ એટલે કે ગાય વિશ્વમાતા છે. હકીકત તો એ છેકે ગાય અતિ પવિત્ર છે. સૂર્ય, વરુણ અને વાયુ વગેરે દેવતાઓને યજ્ઞ, હોમ અને હવનમાં આપવામાં આવેલ આહુતિમાં જે પદાર્થ હોમવામાં આવે છે, તે ગાયનું ઘી હોય છે. આ ઘીની આહુતિથી જે પદાર્થ હોમવામાં આવે છે, તે ગાયનું ઘી હોય છે. આ ઘીની આહુતિથી સૂર્યના કિરણો પુષ્ટ થાય છે. કિરણો પુષ્ટ થવાથી વરસાદ આવે છે અને વરસાદને લીધે પ્રાણીઓનું ભરણપોષણ થાય છે.
ગાયનો મહિમા અપરંપાર છે. જે લોકો ગાયની નિઃસ્વાર્થ ભાવથી સેવા કરે છે, તેમના પર દરેક દેવો પ્રસન્ન થાય છે. દરેક દેવોની પૂજા માત્ર ગાયમાતાની પૂજાથી જ થાય છે. એટલે કે ગાયની પૂજા કરવાથી દરેક દેવોની પૂજા સમજવી. હિન્દુઓમાં ગર્ભાધાન, જન્મ, નામકરણ વગેરે તમામ સંસ્કારો થાય છે. આ તમામમાં ગાયનું દૂધ, ઘી, ગોબર અને ગૌમૂત્ર તથા દહીં જ હોય છે. આ પ્રકારના સંસ્કારોની વિધી સમયે પંચગવ્યની હાજરીનું અતિ મહત્ત્વ હોય છે.જનોઈ આપતી વખતે પણ પંચગવ્યનું સેવન કરાવવામાં આવ છે. જનનાશૌચ અને મરણશૌચને મટાડવા માટે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે, ગોબરમાં લક્ષ્મણ અને ગૌમૂત્રમાં ગંગાજીનું નિવાસ છે.
મનુષ્ય, દેવતા અને પિતૃ વગેરે દરેકની પુષ્ટિ ગાયના દૂધ અને ઘીથી મળે છે અને તેથી જ પિતૃઓને ગાયના દૂધની ખીર ધરાવવામાં આવે છે.
રામાયણમાં કહ્યું છે કે, ‘સુર ભી સનમુખ સિસુહિ પિઆવા’ એટલે કે દુઝણી ગાયના દર્શનને શુભ માનવામાં આવે છે. ગાય તો મહાપવિત્ર છે. ગાયના શરીરને સ્પર્શ કરતી હવા પણ પવિત્ર બની જાય છે. જ્યાં ગાય બેસે છે, રહે છે, તે ભૂમિ તેમજ તેના ચરણોની રજ પણ પવિત્ર હોય છે. ગાયથી ધર્મ, અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગોપાલક ગાયના દૂધ, ઘી, ગોબર અને ગૌમૂત્ર દ્વારા ધનપ્રાપ્તિ કરે છે. ગાય વિના કોઈપણ ધાર્મિક કાર્ય અસંભવ હોય છે.ભાવાર્થ એ છે કે ગાયને માતા સમાન ગણીને માન આપવું જોઈએ. નિષ્કામ ભાવનાથી ગાયની સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વૈજ્ઞાનિકોએ સંશોધનો દ્વારા સાબિત કરેલ છે કે કેન્સરની ગાંઠને ઓગાળવા માટે ગૌમૂત્ર અને પંચગવ્ય સફળ ઔષધ છે. દરરોજ સવારે ખાલી પેટે ૫૦ એમ.એલ. દેશી ગાયના મૂત્રને આઠવાર કપડાથી ગાળીને પીવાથી કેન્સરમાં ફાયદેા થાય છે.
શાસ્ત્રો અને વેદોમાં માનવ ઔષધિના રૂપમાં પંચગવ્ય અને ગૌમૂત્રના ઉપયોગ વિષે ઘણી માહિતી છે.ઋષિમુનિઓ તો દીર્ઘદૃષ્ટિયુક્ત હતા. તેઓએ જણાવ્યું છે કે મનુષ્યને અસંખ્ય રોગો થાય છે તેમાં ૫૦૦૦ જાતના રોગો તો ફકત ગૌમૂત્રથી જ મટે છે અથવા આવા રોગોનો એકમાત્ર ઈલાજ ગૌમૂત્ર છે.