Mumbai,તા.10
મેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા-નવા નિર્ણયો વિશ્વબજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા હોય તેમ આજે ફરી વિવિધ માર્કેટોમાં અફડાતફડી સર્જાઈ હતી. ભારતીય શેરબજારમાં આજે ફરી મંદીનું મોજુ ફરી વળ્યુ હતું.
પ્રારંભીક કામકાજમાં સેન્સેકસમાં 620 પોઈન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો. દિલ્હીની ચુંટણીમાં ભાજપની જીતનો કોઈ સાનુકુળ પડઘો ન હતો.સેન્સેકસ ઉંચામાં 77849 તથા નીચામાં 77189 થઈને 542 પોઈન્ટના ઘટાડાથી 77317 સાંપડયો હતો. નિફટી 171 પોઈન્ટ ઘટીને 20388 હતો તે ઉંચામાં 23568 તથા નીચામાં 23357 હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાએ ફરી ડુબકી લગાવી હોય તેમ 88 ની નજીક પહોંચ્યો હતો. 48 પૈસા ઘટીને 87.90 સાંપડયો હતો. સોનામાં તેજી હતી. હાજર સોનું 88000 ને પાર થયુ હતું. કોમોડીટી એકસચેંજમાં 470 રૂપિયા વધીને 85355 હતુ.