અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે Dubaiમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, ’પેલેસ્ટિનિયનોને Gaza અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ Arab Countriesને અસ્વીકાર્ય છે
નવીદિલ્હી,૧૨
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Donald Trump ગાઝા પ્લેન રજુ કર્યો હતો. જેને લઈને Arab Countriesએ તીખી પ્રતિક્રિયા આપી છે. અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, ’પેલેસ્ટિનિયનોને ગાઝા અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ અરબ દેશોને અસ્વીકાર્ય છે. અરબ દુનિયા છેલ્લા ૧૦૦ વર્ષથી આ વિચાર સામે લડતા રહી છે.’ આ સિવાય જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્રિતીયએ પણ ટ્રમ્પને સાથે બેઠકમાં જણાવ્યું હતું કે, ’મારો દેશ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવા અંગેના કોઈ પણ પ્રયાસને સ્વીકારશે નહીં. અમે માનવીય આધારે ૨૦૦૦ બિમાર બાળકોને શરણ આપીશું.’
કિંગ અબ્દુલ્લા દ્રિતીયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પર અમેરિકા નિયંત્રણ મેળવી શકે છે તેવું નિવેદન આપ્યું હતું અને ત્યાં એક પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહી હતી. આ વાત પેલેસ્ટિનિયનોને પોતાના જ ઘરમાંથી બહાર કાઢી નાખવા માટેની છે. જે અરબ દેશોને કોઈ પણ સંગોજોમાં સ્વીકાર્ય નથી. ટ્રમ્પે બેઠકમાં કિંગ અબ્દુલ્લાને કહ્યું હતું કે, ’અમે ગાઝા પર નિયંત્રણ મેળવીશું અને તેને જાળવી રાખીશું. જો કે, હું વ્યક્તિગત રીતે ત્યાં કોઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરીશ નહીં.’
ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવવાની કોશિશ કરતા કિંગ અબ્દુલ્લાહે કહ્યું હતું કે, ઈજીપ્ત આ મુદાને લઈને એક વ્યાપક યોજના બનાવી રહ્યું છે. આપણે રાહ જોવી જોઈએ કે ઈજીપ્ત શું પ્રસ્તાવ લાવે છે અને પછી અમે રિયાધમાં આ પ્રસ્તાવ અંગે ચર્ચા કરીશું.’ ઈજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પણ ગાઝાનું પુનર્નિર્માણ કરવાનું સમર્થન કર્યું હતું. પરંતુ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવાની યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
હકીકતમાં જોર્ડનને અમેરિકા પાસેથી દર વર્ષે લગભગ ૪૫૦ મિલિયન ડોલરની આર્થિક મદદ અને ૩૫૦ મિલિયન ડોલરની સૈન્ય મદદ મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ આ મદદને રોકવાની ધમકી આપીને જોર્ડન અને અન્ય અરબ દેશો પર દબાણ વધારી રહ્યા છે. જો કે, કિંગ અબ્દુલ્લાએ સંકેત આપ્યો છે કે, ’અમારા દેશનું વલણ મક્કમ છે.’ હવે બધાની નજર આગામી રિયાધ બેઠક પર ટકેલી છે, જ્યાં ટ્રમ્પના આ વિવાદાસ્પદ પ્રસ્તાવ પર આરબ દેશો તેમની વ્યૂહનીતિ નક્કી કરશે