સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે ૧૦૪૩.૪૨ પોઇન્ટની વોલેટિલિટી બાદ અંતે ઘટાડે ૭૫૯૩૯.૨૧ પર બંધ : નિફ્ટીે ૦૨.૧૫ પોઇન્ટના કડાકે ૨૨૯૨૯ પર બંધ
Mumbai, તા.૧૪
વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજાર સળંગ આઠમા દિવસે તૂટ્યા છે. સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. જેમાં સ્મોલકેપ અને મીડકેપ ઇન્ડેક્સ ૩ ટકાથી વધુ તૂટતાં રોકાણકારો રાતા પાણીએ રોયા હતા. સેન્સેક્સમાં આજે ઇન્ટ્રા ડે ૧૦૪૩.૪૨ પોઇન્ટની વોલેટિલિટી બાદ અંતે ૧૯૯.૭૬ પોઇન્ટના ઘટાડે ૭૫૯૩૯.૨૧ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૦ પણ ૨૨૮૦૦ની ટેકાની સપાટી તોડી ૨૨૭૭૪.૮૫ના ઇન્ટ્રા ડે લો લેવલે પહોંચ્યો હતો. જે અંતે ૧૦૨.૧૫ પોઇન્ટના કડાકે ૨૨૯૨૯.૨૫ પર બંધ રહ્યો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ આજે ૭.૨૬ લાખ કરોડ ગુમાવ્યા હતા.
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટા કડાકા સાથે ઇન્ડેક્સ ક્રમશઃ ૧૫૨૨.૪૪ પોઇન્ટ અને ૧૦૫૬.૩૨ પોઇન્ટ તૂટ્યો હતો. પીએસયુ, રિયાલ્ટી અને પાવર શેરોમાં પણ કડડભૂસ થતાં ઇન્ડેક્સ ૨ ટકાથી વધુ તૂટ્યા હતા. શેરબજાર આજે એકંદરે રેડઝોનમાં રહ્યું હતું.
સેન્સેક્સ પેકમાં આજે ટ્રેડેડ કુલ ૪૦૮૩ સ્ક્રિપ્સ પૈકી ૬૮૬માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ૩૩૧૬ શેર ઘટાડે બંધ રહ્યા હતા. ૪૭ શેર વર્ષની ટોચે અને ૬૪૧ શેર વર્ષના તળિયે તૂટ્યા હતા. તદુપરાંત ૧૧૬ શેરમાં અપર સર્કિટ અને ૪૮૦ શેર લોઅર સર્કિટ વાગી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેત જણાઈ રહ્યા નથી. વધુમાં રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધી છે. સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામો, રૂપિયામાં કડાકાની અસર શેરબજારમાં જોવા મળી છે. જારમાં આજના ઘટાડા પાછળ ૩ મુખ્ય કારણો જોઈએ તો
૧. ટ્રમ્પના પારસ્પરિક ટેરિફથી મૂડ બગડ્યોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ‘પારસ્પરિક કર’ એટલે કે ‘ટિટ ફોર ટેટ’ કર લાદવાની તેમની નીતિનો પુનરાવર્તિત કર્યો, જેણે આજે સમગ્ર વૈશ્વિક બજારના વાતાવરણને બગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટ્રમ્પે કહ્યું, “ભારત અમારા માલ પર જે પણ ટેક્સ લાદે છે, અમે પણ તેના પર તે જ ટેક્સ લાદીશું.” જોકે, આ દરમિયાન, મોદી અને ટ્રમ્પ ૨૦૩૦ સુધીમાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપારને ઇં૫૦૦ બિલિયન સુધી લઈ જવા સંમત થયા છે. જોકે, આ કરાર સંબંધિત વધુ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નિષ્ણાતો માને છે કે ટેરિફ માળખા અંગેની અનિશ્ચિતતા રોકાણકારોનો વિશ્વાસ ઘટાડી શકે છે.૨. વિદેશી રોકાણકારો વેચાણ ચાલુ રાખે છેઃવિદેશી સંસ્થાકીય રોકાણકારો એ ભારતીય શેરબજારમાં વેચવાલીનો દોર ચાલુ રાખ્યો છે અને આ મહિનામાં અત્યાર સુધીમાં લગભગ ૧૯,૦૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ, તેઓએ ભારતીય બજારમાંથી ૭૮,૦૨૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. બજારના નિષ્ણાતો કહે છે કે ભારતીય ચલણમાં સતત નબળાઈ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓએ આઉટફ્લોને વેગ આપ્યો છે. ગુરુવારે હ્લૈૈંં એ પણ ૨,૭૮૯.૯૧ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ૩. નબળા ત્રીજા ક્વાર્ટરના પરિણામોએ મનોબળને અસર કરીઃત્રીજા ક્વાર્ટરના નબળા પરિણામોએ શેરબજારનું મનોબળ વધુ નબળું પાડ્યું છે. નબળા પરિણામોને કારણે આજે ૧૪ ફેબ્રુઆરીના રોજ નેટકો ફાર્મા, સેન્કો ગોલ્ડ અને દીપક નાઇટ્રાઇટ જેવી કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી. હ્લસ્ઝ્રય્ કંપનીઓ પણ વોલ્યુમ દબાણનો સામનો કરી રહી છે, જે સુસ્ત ગ્રાહક માંગને પ્રતિબિંબિત કરે છે.
ટેકનિકલ વિશ્લેષકો શું કહે છે?ઃજયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સના જણાવ્યા અનુસાર, નિફ્ટી ૨૩,૨૨૦ પર પ્રતિકારનો સામનો કરી રહ્યો છે, જ્યાંથી પાછલા સત્રમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
“નિફ્ટી માટે ૨૩,૪૩૦નો વધારાનો લક્ષ્યાંક અકબંધ છે, પરંતુ જો ઇન્ડેક્સ ૨૩,૨૨૦ થી ઉપર ટકી રહેવામાં નિષ્ફળ જાય અથવા ૨૩,૦૦૦ થી નીચે સરકી જાય, તો ગતિ નબળી પડી શકે છે. ૨૨,૮૦૦ થી નીચે બ્રેક માટે ટ્રેન્ડનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર પડશે,” જેમ્સે જણાવ્યું