Ahmedabad,તા.18
રિડેવલપમેન્ડના માર્ગમા રોળાં નાખતા સ્કીમના ૨૫ ટકા સભ્યના મકાનો કલમ ૬૦-એની જોગવાઈ હેઠળ મકાનમાલિકોને ગેરકાયેદસર કબજેદાર ઘોષિત કરીને બિલ્ડરોને પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ કરી આપતા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જ બિલ્ડરો દ્વારા પરફોર્મન્સ બોન્ડના અને સિક્યોરિટી ડિપોઝિટ્સના નાણાં જમા ન કરાવવામાં આવતા હોવા છતાંય આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પરિણામે રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાર ચાર વર્ષથી અદ્ધરતાલ લટકી રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જ નિયમ મુજબ બિલ્ડરને લેટ ઓફ એક્સેપ્ટન્સ આપ્યા પછી ૧૨૦ દિવસમાં બિલ્ડરે પરફોર્મન્સ બોન્ડના અને સિક્યોરિટી ડિપોઝિટના નાણાં જમા કરાવવાના હોય છે. પરંતુ આ નાણાં જમા ન કરાવનારા બિલ્ડરના ટેન્ડર કેન્સલ કરવામાં આવતા જ નથી.
અમદાવાદના નારણપુરા વિસ્તારની ટીપી સ્કીમ નંબર ૨૮ અને ૨૯ની અંદાજે ૫ લાખ ચોરસ મીટર જમીન ઉપરાંત પૂર્વ અમદાવાદના વિસ્તારોની જમીનનો અંદાજે રૃા. ૧ લાખ કરોડનું મૂલ્ય થાય છે. તેના પર રિડેવલપમેન્ટના ખાસ્સા કામકાજ થઈ શકે તેમ છે. પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના વર્તમાન કબજેદારોને ક્ષુલ્લક લાભ આપીને તેમની શોષણ કરાવવામાં બિલ્ડરોને સાથ આપી મોટો આર્થિક લાભ કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
બિલ્ડરને લેટર ઓફ એક્સેપ્ટન્સ આપ્યા બાદ ટેન્ડરની શરત મુજબ ૧૨૦ દિવસમાં ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરવાનો હોય છે. પરંતુ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ લેનારા બિલ્ડરો ૧૨૦ દિવસની સમયમર્યાદામાં રિડેવલપમેન્ટના કરાર પણકરતા નથી. નારણપુરાના શાસ્ત્રીનગરના શીતઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને લેટર ઓફ એક્સેપ્ટન્સ આપ્યા બાદ ૧ વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાંય તેમે ત્રિપક્ષી કરાર કર્યા જ નથી. પરિણામે રિડેવલપમેન્ટના કામકાજ ખોરવાઈ રહ્યા છે. શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાી સિક્યોરીટી ડિપોઝિટ અને પરફોર્મન્સ બોન્ડના નાણાં જપ્ત કરી દેવાનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ટેન્ડર કેન્સલ કરવામાં આવ્યા નથી. પરિણામે એમ-૫ બ્લોક ૮થી ૧૬ના મકાનના કબજેદારો હેરાન થઈ રહ્યા છે.એમઆઈજી-૪૮માં બ્લોક નંબર ૪૦થી ૪૫માં નેગેટીવ પ્રીમિય સ્વીકારીને બોર્ડને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું ચછે. તેમ જ એમઆઈજી ૭૨ અને ૯૬ના રહેશોને પણ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ હાઉસિંગ બોર્ડના ચેરમેનને કરવામાં આવી છે.
નારણપુરાના જ ૧૯૫-એચઆઈજી અમર એપાર્ટમેન્ટના અને ૧૮૦ એચઆઈજી-સુરમ્ય એપાર્ટમેન્ટના પ્રોજેક્ટના બેન્ક ગેરન્ટીના ત્રણ ટકા જ નાણાં ભરાયા છે. રાજપથ રંગોલી રોડ પર આવેલી પેસિફિકા ઇન્ડિયા પ્રોજેક્ટ રૃા. ૬૦.૬૯ કરોડથી વધુ જમા કરાવવાના છે. તેની સામે માત્ર ૫.૨૬ કરોડની બેન્ક ગેરન્ટી આપવામાં આવેલી છે. છતાં તેમના ટેન્ડર રદ કરીને નવેસરથી ટેન્ડરિંગ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. બીજીતરફ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં વર્તમાન મકાન માલિકોને ૪૦ ટકાથી વધુ જગ્યા ન આપવાના નિયમમાં પણ અતિશય ચુસ્ત વલણ અપનાવીને મકાન માલિકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.