Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara માં તબીબ દ્વારા બીજાના સ્પર્મનો ઉપયોગ કરી બાળકનો જન્મ કરાવવાનો આક્ષેપ

    July 10, 2025

    Ranveer Singh ઇલેક્ટ્રિક કાર ધરાવનાર પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી

    July 10, 2025

    IMDb ની લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદીમાં છવાઈ ગઈ Chhava

    July 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara માં તબીબ દ્વારા બીજાના સ્પર્મનો ઉપયોગ કરી બાળકનો જન્મ કરાવવાનો આક્ષેપ
    • Ranveer Singh ઇલેક્ટ્રિક કાર ધરાવનાર પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી
    • IMDb ની લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદીમાં છવાઈ ગઈ Chhava
    • Delhi-Haryana and Uttar Pradesh માં ભૂકંપનો તીવ્ર આંચકો
    • Jamnagar માં જાણીતા મીઠાઈના વેપારીએ શિવ મંદિરની અંદર આપઘાત
    • Shubhaanshu Shukla નું પૃથ્વી પર પરત આવવાનું મિશન વિલંબમાં
    • અમારી સરહદ ચીન નહી તિબેટ સાથે જોડાયેલી છે : Arunachal CM
    • Virpur બાયપાસ પાસેનો ઓવરબ્રીજ સાંજ સુધીમાં ખુલ્લો મુકાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad:ગુજરાત હાઉસિંગ બોર્ડના ટેન્ડરોમાં ગોટાળા જ ગોટાળા
    અમદાવાદ

    Ahmedabad:ગુજરાત હાઉસિંગ બોર્ડના ટેન્ડરોમાં ગોટાળા જ ગોટાળા

    Vikram RavalBy Vikram RavalFebruary 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.18

    રિડેવલપમેન્ડના માર્ગમા રોળાં નાખતા સ્કીમના ૨૫ ટકા સભ્યના મકાનો કલમ ૬૦-એની જોગવાઈ હેઠળ મકાનમાલિકોને ગેરકાયેદસર કબજેદાર ઘોષિત કરીને બિલ્ડરોને પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ કરી આપતા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જ બિલ્ડરો દ્વારા પરફોર્મન્સ બોન્ડના અને સિક્યોરિટી ડિપોઝિટ્સના નાણાં જમા ન કરાવવામાં આવતા હોવા છતાંય આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પરિણામે રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાર ચાર વર્ષથી અદ્ધરતાલ લટકી રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જ નિયમ મુજબ બિલ્ડરને લેટ ઓફ એક્સેપ્ટન્સ આપ્યા પછી ૧૨૦ દિવસમાં બિલ્ડરે પરફોર્મન્સ બોન્ડના અને સિક્યોરિટી ડિપોઝિટના નાણાં જમા કરાવવાના હોય છે. પરંતુ આ નાણાં જમા ન કરાવનારા બિલ્ડરના ટેન્ડર કેન્સલ કરવામાં આવતા જ નથી.

    અમદાવાદના નારણપુરા વિસ્તારની ટીપી સ્કીમ નંબર ૨૮ અને ૨૯ની અંદાજે ૫ લાખ ચોરસ મીટર જમીન ઉપરાંત પૂર્વ અમદાવાદના વિસ્તારોની જમીનનો અંદાજે રૃા. ૧ લાખ કરોડનું મૂલ્ય થાય છે. તેના પર રિડેવલપમેન્ટના ખાસ્સા કામકાજ થઈ શકે તેમ છે. પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના વર્તમાન કબજેદારોને ક્ષુલ્લક લાભ આપીને તેમની શોષણ કરાવવામાં બિલ્ડરોને સાથ આપી મોટો આર્થિક લાભ કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

    બિલ્ડરને લેટર ઓફ એક્સેપ્ટન્સ આપ્યા બાદ ટેન્ડરની શરત મુજબ ૧૨૦ દિવસમાં ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરવાનો હોય છે. પરંતુ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ લેનારા બિલ્ડરો ૧૨૦ દિવસની સમયમર્યાદામાં રિડેવલપમેન્ટના કરાર પણકરતા નથી. નારણપુરાના શાસ્ત્રીનગરના શીતઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને લેટર ઓફ એક્સેપ્ટન્સ આપ્યા બાદ ૧ વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાંય તેમે ત્રિપક્ષી કરાર કર્યા જ નથી. પરિણામે રિડેવલપમેન્ટના કામકાજ ખોરવાઈ રહ્યા છે. શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનાી સિક્યોરીટી ડિપોઝિટ અને પરફોર્મન્સ બોન્ડના નાણાં જપ્ત કરી દેવાનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ટેન્ડર કેન્સલ કરવામાં આવ્યા નથી. પરિણામે એમ-૫ બ્લોક ૮થી ૧૬ના મકાનના કબજેદારો હેરાન થઈ રહ્યા છે.એમઆઈજી-૪૮માં બ્લોક નંબર ૪૦થી ૪૫માં નેગેટીવ પ્રીમિય સ્વીકારીને બોર્ડને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું ચછે. તેમ જ એમઆઈજી ૭૨ અને  ૯૬ના રહેશોને પણ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ હાઉસિંગ બોર્ડના ચેરમેનને કરવામાં આવી છે.

    ૨૦-એલઆઈજી વૃન્દાવન ખોખરાના ટેન્ડરમાં વધારાના પરિબળ ગણ્યા વિના જ એજન્સી આરજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને  પ્રોજેક્ટ આપવામાં ગેરરીતિ આચરીને એજન્સીના લાભ કરાવવામાં આવ્યો છે. સોલામાં ગણેશ, શિવાલય અને શ્રીનગરની સ્કીમમાં યોગી કન્સ્ટ્રક્શને ૮૪૬ બેડની હોસ્પિટલ પૈકી ૫૭૬ બેડની હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ૩ માળની હોવાથી બહુમાલી મકાનની વ્યાખ્યામાં ન આવતું હોવા છતાંય તે પ્રોજેક્ટને પાસ કરાવીને એજન્સીને લાભ ખટાવવાનું કામ કર્યું છે.

    નારણપુરાના જ ૧૯૫-એચઆઈજી અમર એપાર્ટમેન્ટના અને ૧૮૦ એચઆઈજી-સુરમ્ય એપાર્ટમેન્ટના પ્રોજેક્ટના બેન્ક ગેરન્ટીના ત્રણ ટકા જ નાણાં ભરાયા છે. રાજપથ રંગોલી રોડ પર આવેલી પેસિફિકા ઇન્ડિયા પ્રોજેક્ટ રૃા. ૬૦.૬૯ કરોડથી વધુ જમા કરાવવાના છે. તેની સામે માત્ર ૫.૨૬ કરોડની બેન્ક ગેરન્ટી આપવામાં આવેલી છે. છતાં તેમના ટેન્ડર રદ કરીને નવેસરથી ટેન્ડરિંગ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. બીજીતરફ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં વર્તમાન મકાન માલિકોને ૪૦ ટકાથી વધુ જગ્યા ન આપવાના નિયમમાં પણ અતિશય ચુસ્ત વલણ અપનાવીને મકાન માલિકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ,અમિત શાહ

    July 9, 2025
    અમદાવાદ

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025
    અમદાવાદ

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું

    July 4, 2025
    અમદાવાદ

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025
    અમદાવાદ

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara માં તબીબ દ્વારા બીજાના સ્પર્મનો ઉપયોગ કરી બાળકનો જન્મ કરાવવાનો આક્ષેપ

    July 10, 2025

    Ranveer Singh ઇલેક્ટ્રિક કાર ધરાવનાર પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી

    July 10, 2025

    IMDb ની લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદીમાં છવાઈ ગઈ Chhava

    July 10, 2025

    Delhi-Haryana and Uttar Pradesh માં ભૂકંપનો તીવ્ર આંચકો

    July 10, 2025

    Jamnagar માં જાણીતા મીઠાઈના વેપારીએ શિવ મંદિરની અંદર આપઘાત

    July 10, 2025

    Shubhaanshu Shukla નું પૃથ્વી પર પરત આવવાનું મિશન વિલંબમાં

    July 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara માં તબીબ દ્વારા બીજાના સ્પર્મનો ઉપયોગ કરી બાળકનો જન્મ કરાવવાનો આક્ષેપ

    July 10, 2025

    Ranveer Singh ઇલેક્ટ્રિક કાર ધરાવનાર પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી

    July 10, 2025

    IMDb ની લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદીમાં છવાઈ ગઈ Chhava

    July 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.