ભારતમાં જીવનશૈલી સંબંધિત રોગોથી પડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇ બીપી, કેન્સર, થાઇરોઇડ જીવનશૈલી સંબંધી રોગ માનવામાં આવે છે. હાલમાં જ સરકારે ૩૦ વર્ષની ઉંમરથી વધારે લગભગ ૮૯ કરોડ લોકોની દેશભરમાં સ્વાસ્થ્ય તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. સરકાર રાષ્ટ્રીય અભિયાન ચલાવીને એ ઉંમરના લોકોમાં ડાયાબિટીસ, બીપી, કેન્સરની તપાસ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં દેશમાં સ્થૂળતા પીડિતોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને દસ ટકા ઓછી ચરબીનું સેવન કરવાનું આહ્વાન કર્યું છે. હાલના દાયકાઓમાં ભારતીયોની જીવનશૈલીથી શારીરિક શ્રમ ઓછો થતો ગયો છે અને બેઠાડુ જીવનશૈલી થઈ ગઈ છે. આંકડા અનુસાર દેશમાં લગભગ ૨૧ કરોડ લોકો મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસથી પીડિત છે, ૧૯ કરોડ લોકો બીપીનો શિકાર છે, ૧૪ કરોડ લોકો સ્થૂળતા અને લગભગ ૯ કરોડ લોકો કોઇને કોઇ પ્રકારના કેન્સરથી પીડિત છે. ૧૫ કરોડથી વધારે મહિલાઓ થાઇરોઇડનો શિકાર છે. દેશમાં લગભગ ૪૦ કરોડથી વધારે લોકો જીવનશૈલી સંબંધિત બીમારીઓથી પીડિત છે. દેશમાં ફાસ્ટફૂડનું ચલણ વધ્યું છે, બહાર ખાવાની ઇચ્છા વધી છે. આ કારણોસર જીવનશૈલી સંબંધિત દર્દીઓની સંખ્યા વધી છે.
વડાપ્રધાન મોદીએ સ્વસ્થ દેશ માટે સ્થૂળતાની સમસ્યાના સામના પર જોર આપતાં દેશવાસઓને ખાવાના તેલની ખપતમાં ૧૦ ટકાની કપાત કરવાનું આહ્વાન કર્યું છે. તેના બે ફાયદા છે. ખાનપાનમાં તેલની ખપત ઓછી થવાથી સ્વાસ્થ્ય સચવાશે અને દેશને તેલ ઓછું આયાત કરવું પડશે. ચિકિત્સકો અનુસાર નાળિયેર તેલ, સરસવ તેલ, ઓલિવનું તેલ અને શુદ્ઘ ઘી સારા ફેટ માનવામાં આવે છે, જ્યારે અન્ય રિફાઇન્ડ ઓઇલ સારા નથી મનાતા. ભારત મોટી માત્રામાં પામ સહિત કેટલાય પ્રકારનાં રિફાઇન્ડ ઓઇલ આયાત કરે છે. વડાપ્રધાને ફિટ ઇન્ડિયાનું પણ આહ્વાન કર્યું હતું, જેમાં લોકોને યોગ વ્યાયામને જીવનશૈલીમાં વણી લેવાનું કહ્યું હતું. આજે દર આઠમાંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આવા લોકો ડબલ થઈ ગયા છે. એનાથી પણ વધારે ચિંતાની વાત એ છે કે બાળકોમાં પણ સ્થૂળતાની સમસ્યા ચાર ગણી વધી ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર ૨૦૨૨માં દુનિયાભરમાં લગભગ ૨૫૦ કરોડ લોકોનું વજન જરૂરિયાતથી ક્યાંય વધારે હતું. સ્વાસ્થ્ય સંબંધી ચીજો ખતરનાક ન થ જાય, દેશમા ંમહામારી ન બની જાય તેના માટે જરૂરી છે કે જીવનને ગુણવત્તાપૂર્ણ બનાવવામાં આવે, જેમાં કામ અને આરામનું સંતુલન હોય. સરકારે એની સાથે જ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગરુકતા અભિયાન ચલાવવાની જરૂર છે. આજના શહેરી જીવનમાં તણાવ, અવસાદ જેવી માનસિક સમસ્યાઓના પીડિતોની સંખ્યા વધી રહી છે. આ માનસિક સમસ્યાઓ પણ લાઇફસ્ટાઈલને કારણે થઈ રહી છે. ભારતમાં લગભગ ૧૫ કરોડ લોકો ટેન્શન, ડિપ્રેશન વગેરે માનસિક સમસ્યાઓથી પીડિત છે. લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સરકારનું સજાગ હોવું પ્રશંસનીય છે, પરંતુ સાથે જ દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવું જોઇએ.
Trending
- કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
- ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
- Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
- Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
- Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
- Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
- 2 જુલાઈનું રાશિફળ
- 2 જુલાઈનું પંચાંગ
Related Posts
Add A Comment