Mumbai,તા.27
કોવિડ કાળ બાદ ભારતમાં જે રીતે માઈક્રોફાયનાન્સનો નવો પ્રવાહ જોવા મળ્યો અને ખાસ કરીને કોઈપણ જાતની જામીનગીરી વગર જેને એપ-લોન-વોટસએપ લોન કે પછી નોન બેન્કીંગ ફાયનાન્સીયલ કંપનીઓથી બેન્કો દ્વારા જે હાઉસ હોલ્ડ લોન અપાય છે તેના એનપીએ (નોન પર્ફોમીંગ એસેટસ) રૂા.50000 કરોડ સુધી પહોંચી જતા હવે આ પ્રકારના ફાયનાન્સ કરનારા માટે રેડ-એલર્ટની સ્થિતિ બની ગઈ છે.
ડિસેમ્બર 2024ના આ આંકડા કુલ લોન પોર્ટફોલિયોના 13% જેટલા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે હજુ બે દિવસ પુર્વે જ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ આ પ્રકારની અનસિકયોર્ડ લોન કેટેગરીમાં આવતી લોન માટે વધુ નાણા ફાળવી શકે તે માટે અનેક પ્રકારની છુટછાટો આપી છે અને કુલ બેન્કીંગ ક્ષેત્રની લોનના પોર્ટફોલિયામાં આ એનપીએ 1 વર્ષ પુર્વે 1% હતુ જે હવે વધીને 3.2% થઈ ગયુ છે.
ફકત નાની નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ જ નહી પણ બેન્કોના પોર્ટફોલિયામાં પણ આ પ્રકારનું એનપીએ વધવા લાગ્યુ છે. આ બેડલોનના આંકડા ક્રેડીટ બ્યુરો ક્રિફ હાઈ માર્ક દ્વારા અપાયા છે. જેણે કુલ એનપીએના આંકડા આપ્યા નથી પરંતુ અલગ અલગ બકેટના લોન પોર્ટફોલિયોના જોખમોનો અંદાજ મુકયો છે.
જે મુજબ 91થી180 દિવસમાં આ પ્રકારના એનપીએ 3.3% અને 180 દિવસથી વધુમાં એનપીએ 9.7% છે જે ધિરાણમાં 90 દિવસ સુધી કોઈ જમા ન થાય તો તેને નોન પર્ફોમીંગ- એસેટસ તરીકે કલાસીફાઈડ કરી દેવાનો રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાનો નિયમ છે.
જો કે તેમાં છેલ્લા છ માસમાં જે સંસ્થાએ ડેટા આપ્યા નથી તેનો ઉલ્લેખ ગણતરીમાં કરાયા નથી પણ કુલ એનપીએ રૂા.56000 કરોડનું હોવાનું માનવામાં આવે છે અને અનેક બેન્કો- નાણાકીય સંસ્થાઓએ બેલેન્સશીટ કલીયર કરવા માટે અનેક ધિરાણ માંડવાળ પણ કર્યા છે.
માઈક્રોફાયનાન્સ એ રૂા.3 લાખ કે તેથી નીચેના અયામી અને ખાસ કરીને લો-ઈન્કમગ્રુપમાં આવતા વર્ગને હાઉસહોલ્ડ માટે અપાતું ધિરાણ છે અને તેમાં મહિલાઓનો પણ મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. બેન્કે જે આ પ્રકારની અનસિકયોર્ડ લોન ધરાવે છે તેમાં બંધન, આઈડીએફસી ફસ્ટે, ઈન્ડુસઈન્ડ, આરબીએલના પોર્ટફોલીયામાં આ પ્રકારના ધિરાણનું પ્રમાણ ઉંચુ છે.
બંધન બેન્ક જે આ પ્રકારના ધિરાણમાં મોખરે છે તેના દ્વારા રૂા.56120 કરોડના લોન પોર્ટફોલિયોમાં 7.3% ધિરાણ એનપીએ બની ગયુ છે. જો કે તેઓ તમામ માઈક્રોલોન નથી તો હવે રીઝર્વ બેન્કે આ પ્રકારની લોનમાં રીસ્ક-વેઈટેજ-જોખમ અંગેના પ્રોવિઝન અને અન્ય માપદંડો હળવા બનાવ્યા છે.
અગાઉ જેના કારણે આ પ્રકારના ધિરાણમાં વધારો કરવા બેન્કો અને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓને હળવાસ રહેશે. સ્મોલ ફાયનાન્સ બેન્કોમાં ESAF અને ઉત્કર્ષ એ તો આ પ્રકારના ધિરાણના પ્રોવિજનના કારણે ત્રીજા કવાટરમાં ખોટ પણ નોંધાવી છે.