Gir Somnath તા.28
ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે વડાપ્રધાન આવનાર હોય તેઓની સુરક્ષાને ધ્યાને લઇ કડક દરીયાઇ પેટ્રોલીંગ કરવા સુચનાને પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા , નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી , ઉનાના લેન્ડીંગ પોઇન્ટ અને દરીયાઇ વિસ્તારમાં બોટ/હોડી ચેક કરી ગેર કાયદે પ્રવૃત્તિ કરતા મળી આવેલ ઇસમો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ નવાબંદર મરીન પો.સ્ટે.ના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર વી.કે.ઝાલા અને નવાબંદર મરીન પો.સ્ટે.ના પોલીસ કોન્સ.રાજેશભાઇ લખમણભાઇ ડોડીયા બોટ માસ્ટર ઇરફાનભાઇ હારૂનભાઇ સોઢા વિગેરે નવાબંદર મરીન પો.સ્ટે.ની સરકારી બોટ નં. GJ-M P 12-15 વાળી બોટમા દરીયાઇ પેટ્રોલીંગમા હતા ત્યારે અને ઉપરોકત નવાબંદર મરીન પો.સ્ટે.નો સ્ટાફ બોટમા નવાબંદર જેટી સૈયદ રાજપરા બંદર સુધી દરીયાઇ પેટ્રોલીંગમા હતા. ત્યારે સીમર બંદર ની સામે આશરે 03 નોટીકલ માઇલ દુર એક લાઇનમા એક સાથે દશક બોટ લાઇન ફીશીંગ કરતી હોય ત્યા પેટ્રોલીંગવાળી સરકારી બોટ તથા પોલીસ સ્ટાફને જોઇ જતા પોત પોતાની બોટોની ફિશીંગ ઝાળ ઉપાડવાનુ ચાલુ કરતા બોટ પેટ્રોલીંગના પોલીસ સ્ટાફએ તમામ બોટોને જે તે સ્થિતિમા રાખવા જણાવતા તમામ લાઇન ફિશીંગ બોટો જે તે સ્થિતિમાં રાખી તમામા બોટો ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી હોય તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.