ગુજરાતી ચલચિત્રોમાં એક વખત એવો પવન ફુંકાયેલો હતો જેમાં ફકત જાણીતા દેવ દેવતા અને દંતકથાઓ પરની ેઆધારભૂત કથાઓનો સહારો લેવામાં આવ્યો હતો જેના કારણે શ્રદ્ધાળુ પ્રેક્ષકોની ભીડ કરમુકત ગુજરાતી ચલચિત્રોમાં પોતાના દેવ-દેવતાઓ તેમજ દંતકથાઓમા આવતા સંત-સાધુ અને ચમત્કારી આત્માઓને જીવંત સ્વરૂપે નિહાળવા આવતા હતા. પરિણામે થિયેટરેામાંની ટિકિટબારી ટંકશાળ બની જતી હતી તે જાણીને કેટલાક સંસ્કારી સમાજસુધારકોએ પણ ખાસ પ્રકારના પ્રેક્ષકોને થિયેટર પર આવવા માટે ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોની ખૂબ જ પ્રચલિત તથા લોકપ્રિય નવલકથાઓ પરથી ગુજરાતી ચલચિત્રોના નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં કેટલાકની તોત ગુજરાત સરકારે પીઠ થાબડી હતી તો કેટલાક સમજુ પ્રેક્ષકોએ પણ તેવા ચલચિત્રો જોઈને નિર્માતાઓનેત રાજી પણ કર્યા હતા તો કેટલાક પ્રેક્ષકોએ તો નવડાવી પણ નાખ્યા હતા. અગાઉના અંકોમાં આ વાત કરી હતી હજૂ કેટલાક તેવા સામાજિક કથાવસ્તુ ધરાવતા ખરેખર સારા હતા સમજી શકાય તેવા હતા સમાજને ઉપયોગી પણ હતા અને કરમુક્તિને લાયક પણ હતા તેમાં-
માં-બાપ, લોહીની સગાઈ, વણઝારી વાવ, પીઠીનો રંગ, પારકી થાપણ, સાચું સગપણ, ભાભી, પીયરવાટ સહિત સોનબાઈની ચુંદડી આ બધા સારી કથાવસ્તુ ધરાવતા ચલચિત્રો હતા પણ ટિકિટબારી પર સફળ થયા નહોતા. સફળતા નહી મળવાના અનેક કારણોમાં મુખ્ય કારણો એ હતા કે આ સંસ્કારી ચલચિત્રો નિહાળવાની સંખ્યા પ્રેક્ષકોની ઘણી ઓછી હતી જ્યારે જે પ્રેક્ષકો થિયેટર પર ટિકિટબારી પર ભીડ જમાવતા હતા તેમને ગમતા કલાકારોની ભીડ આ પ્રકારના ચલચિત્રોમાં નહોતા એટલે કે તેમાં સેલેબલ-જાણીતા કલાકારો નહેાતા. આ પ્રકારના સામાજિક ચલચિત્રોેમાં નવા કલાકારોનું આગમન થયું હતું જેમાં રાજીવ, સરલા યેવલેકર,રાગિણી, સુષ્મા વર્મા, અરવિંદ રાઠોડ, નરેશ કનોડીયા, અરવિંદ જોષી તેમજ અરવિંદ કીરાડ જેવા નવા કલાકારો હતા જેથી ખાસ પ્રકારના કલાકારો જેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં છાપ જમાવી બેઠા હતા તેઓ સામાજિક ચલચિત્રોમાં નહીં હોવાથી સામાજિક કક્ષાના ચલચિત્રોએ ટિકિટબારી પર સફળતા નહોતી મેળવી પણ સાહિત્યકારોની નવલકથાઓ તો ટપોટપ ઉપડી ગઈ હતી. આ પ્રકારના ચલચિત્રો કદાચ નાણાંકીય બાબતોમાં સફળ નહીં થયા હશે પણ સાહિત્યકારોને સારી એવી નામના મળી ગઈ. તેમની નવલકથાઓ જીવંત તો બની ગઈ.
સમજુ નિર્માતાઓએ કેટલીક વાર એવો પ્રયોગ પણ કરી જોયો હતો. જેમાં પાઘડાછાપ કે પછી દંતકથાઓ પર આધારિત ચલચિત્રોના ખ્યાતનામ કલાકારોને પણ સામાજિક ચલચિત્રોમાં અભિનય રજૂ કરવાની તક આપી હતી પણ ખાસ પ્રકારના પ્રેક્ષકોને તો તેવા કલાકારોને ખાસ પ્રકારના પોષાકમાં અને તે અવતારમાં જ નિહાળવા માગતા હતા એટલે તેવા કલાકારો સામાજિક ચલચિત્રોમાં પણ જામ્યા નહીં અને તેવા ચલચિત્રો સફળ રહ્યા નહોતા.
ઘણાં વખત પછી ગુજરાતી ચલચિત્રનો વખત બદલાયો છે ખાસ પ્રકારના પ્રેક્ષકો તો ચૂપ બેઠા છે પણ ઘણાં વરસોથી રાહ જોતા સંસ્કારીત પ્રેક્ષક વર્ગ આળસ મરડીને નવી શૈલીના ગુજરાતી ચલચિત્રો નિહાળવા હવે થિયેટર સુધી જાય છે તે સારી વાત છે આમ જોતાં ગુજરાતી ચલચિત્રોનો નવો સૂરજ હવે મધ્યાહને આવી રહ્યો છે.