Mumbai,તા.01
ચંદા કોચર એક નવી ભૂમિકામાં આવી રહ્યા છે. તેમણે ‘જર્ની અનસ્ક્રિપ્ટેડ’ પોડકાસ્ટ લોન્ચ કર્યો છે. જેમાં તે જીવન સંધર્ષને સમજાવવા પ્રયાસ કરશે.ચર બહુ જાણીતું નામ છે. બેંકીંગ ક્ષેત્રે ટોચ પરથી નીચે ખાઇમાં ગબડેલા નામોમાં તે મોખરે છે. પોતે જે બેંકના ચેરમેન હતા તેં બેંકનેજ ૨૦૦ કરોડનો ચૂનો ચોપડનાર ચંદા કોચરનો કેસ કોર્ટમાં છે. તેમના પર કોઇ સખત પગલાં નહીં ભરવા કોર્ટે આદેશ કર્યો છે.લોન છેતરપિંડીના આરોપો બાદ બદનામ થયેલા ICICI બેંકના ભૂતપૂર્વ વડા ચંદા કોચર હવે એક નવી ભૂમિકામાં આવી રહ્યા છે. તેમણે આ મહિનાની શરૂઆતમાં તેની યુટયુબ પોડકાસ્ટ શ્રેણી ‘જર્ની અનસ્ક્રીપ્ટેડ વિથ ચંદા કોચર’ લોન્ચ કરી છે.
કોચરે જણાવ્યું હતું, કે તેમનું માનવું છે કે લોકોનો સંધર્ષ પરથી ‘શીખવું -સમજવું એક સૌથી મોટો સ્ત્રોત’ છે. ચંદા કોચર કહે છે કે લોકો પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરે છે તે સમજવું એ શીખવાનો એક મહાન સ્ત્રોત બની શકે છે જે તે શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે.