ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી પ્રગટાવાઈ હતી હવે આવતીકાલે તા.૧૩ ને ગુરૂવારે મોડી સાંજે શુભ મુર્હૂતે મોટી હોળી પ્રગટાવવામાં આવશે.અને મોડી રાત્રી સુધી હોળીના દર્શનાર્થે લોકો ઉમટી પડશે.આજની તારીખે પણ હોલીકાની પ્રદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય હોય હોલીકા પ્રાગટય બાદ સ્થાનિક રહીશો ખાસ કરીને નવપરિણીત દંપતિઓ શ્રીફળ,ધાણી, દાળીયા, ખજુર સાથે જળની ધારાવડી કરવા માટે ઉમટી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોલીકા પ્રાગટય બાદ બહેનો દ્વારા કર્ણપ્રિય કિર્તન સાથે રાસની રમઝટ બોલાવાશે. હોળાષ્ટકની સમાપ્તી થતાની સાથે જ ગોહિલવાડમાં ફરી વખત માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.શહેરના આતાભાઈ ચોક મિત્રમંડળ તેમજ કેસરી મિત્રમંડળ દ્વારા ૧૯૭૫ના વર્ષથી હોલિકાદહન યોજાઈ રહેલ છે. જેમાં ગાયના છાણા, શુધ્ધ ઘી, વિવિધ પ્રકારની હવન સામગ્રીઓ તથા ગુગળથી વાતાવરણ શુધ્ધ બનાવાશે. આ સાથે વિવિધ પ્રકારના ધાનનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત તખ્તેશ્વર, પાનવાડી, ઘોઘાસર્કલ, કણબીવાડ, કરચલીયા પરા,કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ પણ હોળીકા પ્રાગટય કરાશે.
Trending
- છોકરીઓએ માત્ર દેશનું ગૌરવ જ નહીં પરંતુ રમતમાં નવી રુચિ પણ પ્રેરિત કરી: Ravichandran Ashwin
- મેટ કુહનેમેને Abhishek Sharma ને ખૂબ જ કુશળ બેટ્સમેન ગણાવ્યા
- Jasprit Bumrah ઇતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર છે, આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે
- Salman Khan છત્રપતિ શિવાજી મહારાજના વીર યોદ્ધાની ભૂમિકા ભજવશે
- ’કિંગ’માં Actor Shah Rukh Khan દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરશે
- Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે બહાર, પાપારાઝી તેની કારને ઘેરી લે છે
- South Indian અભિનેતા રવિ મોહન મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં હાજરી
- તંત્રી લેખ…રાજકારણમાં ગુનેગારો કેમ ખીલી રહ્યા છે?

