Chandigarh તા.15
હરિયાણામાં ભાજપના નેતા અને સોનીપતના તાલુકા પ્રમુખ સુરેન્દ્ર જવાહરાની તેમના જ પાડોશીએ ગોળી મારીને હત્યા કરી હતી. બંને વચ્ચે લાંબા સમયથી જમીન અંગે વિવાદ ચાલતો હતો. ગઈકાલે રાત્રે બંને સામેસામા આવી ગયા હતા.
હુમલાખોરે પોતાની રીવોલ્વરમાંથી સીધા જવાહરાના માથા પર ગોળી છોડી હતી અને વધુ એક બુલેટ તેના પેટમાં મારી હતી. હુમલાવરના ગામમાં સુરેન્દ્ર જવાહરાએ જમીન ખરીદી હતી જે વિવાદી હતી અને તેના કારણે આ હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે.