Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot; સાપરાધ મનુષ્યવધમા વધુ એક આરોપીને 10 વર્ષની સજા

    July 1, 2025

    Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો

    July 1, 2025

    Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot; સાપરાધ મનુષ્યવધમા વધુ એક આરોપીને 10 વર્ષની સજા
    • Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો
    • Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક
    • Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ
    • Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ
    • Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ
    • Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી
    • Jamnagar: ખીમલીયા ગામમાં રહેતા આશાસ્પદ યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…ડોનાલ્ડ ટ્રમ્પ : ટેરીફ કરું ક્યા ઉસકી જીસને તુમ્હેં બનાયા
    લેખ

    તંત્રી લેખ…ડોનાલ્ડ ટ્રમ્પ : ટેરીફ કરું ક્યા ઉસકી જીસને તુમ્હેં બનાયા

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાણીપુરી, ગુલાબજાંબુ, ખમણ, ભજીયાં વિ. એવી વસ્તુઓ છે જેનો તમને કદીય એકથી સંતોષ નથી થતો. વડાપ્રધાન/પ્રેસિડેન્ટની ખુરશીનું પણ એવું જ છે- એક બાર સે દિલ નહીં ભરતા… ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એક કરતાં વધારે ટર્મ માટે વડાપ્રધાનપદે રહ્યા હતા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક કરતાં વધારે ટર્મથી દેશના વડાપ્રધાન છે. અમેરિકામાં પણ એવું જ છે. વીસેક જેટલા પ્રેસિડેન્ટ લાગલગાટ બબ્બે ટર્મ સુધી અમેરિકાની સેવા કરી ચૂક્યા છે. ટ્રમ્પના નસીબ ઉલટી ખોપડીના હશે કે તે એકવાર પ્રમુખ બન્યા પછી બીજી ટર્મ હારી ગયા ને હવે ત્રીજી ટર્મમાં બીજીવાર પ્રમુખ બન્યા છે. જાન્યુઆરી, ૨૦૧૭ થી જાન્યુઆરી, ૨૦૨૧ની ટર્મ માટે એટલે કે ચાર વર્ષ માટે પ્રમુખ રહ્યા. જાન્યુઆરી, ૨૦૨૧ થી જાન્યુઆરી, ૨૦૨૫ એ ચૂંટણી હારીને ઘેર બેઠા. અને ફરી પાછા જાન્યુઆરી, ૨૦૨૫થી જાન્યુઆરી, ૨૦૨૯ તે માટે પ્રમુખ બન્યા છે.

    માણસ પાસે સુંદર મજાની નોકરી કે કામધંધો હોય ત્યારે સરસ રીતે એ ટિફિન લઈને સવારે કામધંધે જતો હોય અને સાંજે ઘરે પાછો આવતો હોય. વારે-તહેવારે પત્ની-બાળકો સાથે ફિલ્મ જોવા જાય ને વળતાં કોઇ રેસ્ટોરાંમાં જમીને બધાં ઘરે પાછા ફરતો હોય. લાઈફ એકદમ સેટ હોય. ને એક દિવસે અચાનક એ નોકરી ચાલી જાય કે ધંધો બંધ થઈ જાય તો કેવો આઘાત લાગે! એની માનસિક સ્થિતિ કેવી ડામાડોળ થઈ જાય! ઘરમાં ચીડાયેલો ચીડાયેલો અને બહાર ફ્રસ્ટ્રેટ થઈને ફર્યા કરતો હોય. પાનના ગલ્લે ઉપર રહીને સાંભળેલી ને વૉટ્‌સએપમાં વાંચેલી વાતો સાચી માનવા લાગ્યો હોય. સંતાનોને વગર કારણે ઝુડી નાખતો હોય. વગદાર-ધનવાન લોકો સમક્ષ આશાભરી આંખે જોતો અને ઝુકતો થઈ ગયો હોય.

    ને આ રીતે ચાર-પાંચ વર્ષ રફેદફે, અફરાતફરી અને અગડમ બગડમવાળું જીવન જીવ્યા બાદ ફરી પાછો એ ભાઈને પોતાની મૂળ નોકરી લાગી જાય કે તેનો મૂળ ધંધો શરૃ થઈ જાય એવું બની શકે. પણ વિચારો એ વખતે એની દિમાગી હાલત ફરી પાછી કેવી થઈ જાય! મે મહિનામાં મુંબઈથી ફર્સ્ટ ક્લાસ એસી ટ્રેનમાં પાંચ-છ કલાક મુસાફરી કરી કોઈ માણસ અમદાવાદ ઉતરે. ત્યાંથી ભરબપોરે પગપાળા ચાલીને ભદ્રકાળીના મંદિરે જાય. દર્શન કરી પગપાળા ચાલીને રેલવે સ્ટેશને આવે. વળતી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં બેસી ગઈ પાછો મુંબઈ જવા નીકળી જાય. એસીની ઠંડકમાંથી વૈશાખ મહિનાની બપોરનો અમદાવાદનો તડકો અને ફરી પાછી એસીની ઠંડક. બીજા દિવસે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડે કે નહીં? ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ મોટા અંશે આવી જ છે.

    પહેલી ટર્મમાં પ્રમુખપદની જાહોજલાલી, જગતજમાદારપણું અને ફાંકાફોજદારી ભોગવ્યા બાદ બીજી વારના ઇલેક્શનમાં હાર્યા ત્યારે ટ્રમ્પ કાયમ ચૂર્ણ લેવાનું ભૂલી ગયા હતા. ને તેથી એ હાર તે પચાવી ન શક્યા. એમના પાળેલા હજારો કટ્ટર સમર્થકોએ વોશિંગ્ટનમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાનવાળી કરી મૂકી હતી. ’હું હારી ગયો છું.’- એ હકીકતનો સ્વીકાર કરવા અને પ્રમુખની ખુરશી છોડવા ટ્રમ્પ રાજી ન હતા. છેવટે કાયદાકીય ટીંગાટોળી કરી તેમને ઓવલના નામે ઓળખાતી અમેરિકન પ્રમુખની ચેમ્બરમાંથી રવાના કરવામાં આવ્યા હતા.

    વિચાર કરો આ કક્ષાનો સત્તાનો આશિક ચાર વર્ષ ઘરે બેસી રહે પછી શું બાકી રાખે! અધૂરામાં પૂરું ચૂંટણી હાર્યા બાદ ટ્‌વીટર પર બેફામ ભાષામાં નિવેદનબાજી કરવા બદલ ટ્‌વીટર કંપનીએ તેમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધું હતું. ટૂંકમાં, અંદાઝ અપના અપના ફિલ્મમાં રમ પીને અટ્ટહાસ્ય કરી રહેલા સલમાન ખાનને જોઈ આમીર ખાન કહે છે તેવું ટ્રમ્પ સાથે થયું હતું : જબ દિલ તૂટતા હોય તો ઉસકા સીધા અસર દિમાગ પર હોતા હૈ.

    હવે ઘવાયેલો, છંછેડાયેલો ને (પોતાના વાંકે) અપમાનિત થયેલો ડિઝનીલેન્ડનો સાવજ ચાર વર્ષના ઇન્ટરવલ બાદ ફરીથી વ્હાઇટ હાઉસમાં આવી ગયો છે. આવીને તરત જ બરાબર હલાવેલી બોટલમાંથી ઉડતી શેમ્પેઇનની છોળો જેમ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચારેય બાજુ ઉછળી રહ્યા છે.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025
    લેખ

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025
    લેખ

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    લેખ

    તંત્રી લેખ…વિદેશો પર નિર્ભરતાનો ખતરો

    June 30, 2025
    લેખ

    આંતરરાષ્ટ્રીય મંચો પર કેટલાક દેશો દ્વારા જુગલબંધી અને ભારતીય વિચારધારાને અવગણવી મોંઘી સાબિત થઈ શકે છે

    June 28, 2025
    લેખ

    પરીક્ષાની નવી પેટર્નમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

    June 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot; સાપરાધ મનુષ્યવધમા વધુ એક આરોપીને 10 વર્ષની સજા

    July 1, 2025

    Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો

    July 1, 2025

    Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક

    July 1, 2025

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025

    Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ

    July 1, 2025

    Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot; સાપરાધ મનુષ્યવધમા વધુ એક આરોપીને 10 વર્ષની સજા

    July 1, 2025

    Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો

    July 1, 2025

    Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.