Vrindavan તા.20
વારંવાર પેટના દર્દથી પરેશાન એક શખ્સે જાતે જ પોતાના પેટનું ઓપરેશન કરવાનું દુ:સાહસ કર્યુ હતું. જોકે લોહી નીકળવુ બંધ ન થતા અને પીડા ઉપડતા યુવાનના પરિજનોને ખબર પડતા તાત્કાલીક હોસ્પીટલે દાખલ કરાવ્યો હતો.
યુવાને ઈન્ટરનેટ પરથી માહિતી મેળવીને પોતાના પેટમાં ચીરો પાડીને ખુદે ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો. સુનરૂખ ગામનો નિવાસી 32 વર્ષિય રાજાબાબુ પેટના દર્દથી પરેશાન હતો. તેનાથી મુકિત મેળવવા બુધવારે બપોરે ઘરનો એક રૂમ બંધ કરી રાજાબાબુએ ખુદે પોતાનું ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો.
પેટને ખોટુ કરવાનું ઈન્જેકશન લગાવ્યુ અને પેટના નીચેના ભાગમાં સાત ઈંચનો ચીરો પાડયો હતો. આ વખતે સર્જીકલ બ્લેડ પેટની વધુ અંદર ઘુસી ગઈ જેથી પીડા વધી ગઈ લોહી વધી ગયુ તો ખુદ ટાંકા લેવા લાગ્યો હતો. જયારે પેટના દર્દની સમસ્યા ઓછી ન થઈ અને લોહી વહેતુ બંધ ન થયુ તો તે બીજા રૂમમા તેના પરિવાર પાસે પહોંચ્યો હતો.
પરિવારજનોએ તાત્કાલીક તેને જીલ્લા ચિકિત્સાલયમાં પહોંચ્યા જયાં પ્રાથમીક ઉપચાર બાદ તેને મેડીક્લ કોલેજમાં રિફર કરાયો હતો. પેટનુ જાતે ઓપરેશન કરનાર રાજાબાબુએ ઓપરેશન કરવાની રીત અને તેના સાધનોની માહીતી ઈન્ટરનેટમાંથી મેળવી હતી અને સર્જીકલ બ્લેક, સ્ટીચીંગનો સામાન, અંગ ખોટુ કરવાનું ઈન્જેકશન મથુરાની બજારમાંથી મેળવ્યા હતા. વૃંદાવનનાં ડો.શશીરંજને જણાવ્યું હતું કે 10 થી 12 ટાંકા ખોટા લગાવ્યા હતા આ પ્રકારની લાપરવાહી ન કરવી જોઈએ.