નાગપુરમાં હિંસા બાદ કેટલાય ક્ષેત્રોમાં કરફ્યૂ લગાવવાની જે નોબત આવી છે, તેનાથી એટલી ખબર પડે છે કે દાટેલાં મડદાં ઉખાડવાનાં કેવાં દુષ્પરિણામ આવે છે. જેવી રીતે આતતાયી શાસક ઔરંગઝેબની કબર હટાવવાની માંગ ઉઠાવીને દાટેલાં મડદાં ખોદવાનું બિનજરૂરી કામ કરવામાં આવ્યું, એવી જ રીતે તેને દયાળુ અને નેક શાસક તરીકે સ્થાપિત કરવાની ભદ્દી કોશિશોએ પણ માહોલ બગાડવામાં જ યોગદાન આપ્યું. એમાં કોઈ બેમત નહીં કે ઔરંગઝેબ એક ક્રૂર, કટ્ટર અને મતાંધ શાસક હતો, પરંતુ તેની કબર હટાવવાની માંગ કરવાનું પણ કોઇ મહત્ત્વ નથી દેખાતું. આખરે એવું તો છે નહીં કે તેની કબર દૂર કરી દેવાથી તેનાં કાળાં કરતૂતો પર પડદો પડી જશે અથવા એ અત્યાચારોનો પ્રતિકાર થઈ જશે, જે તેણે કર્યા હતા? ઔરંગઝેબની કબર એની જ તો નિશાની છે કે ત્યાં એક એવો શાસક દફન છે, જે બેહદ અત્યાચારી હતો. તથ્ય એ પણ છે કે ઔરંગઝે એકલો જ એવો મુગલ શાસક નહોતો, જેણે અત્યાચાર કર્યા હોય. આખરે કેટલા મુગલ શાસકો કે અન્ય બહારના આક્રમણખોરોની નિશાનીઓ ભૂંસવાની માંગ કરવામાં આવશે? શું એવું કરવાથી તેમની સાથે જોડાયેલી કડવી યાદો ભૂલાઈ જશે? એ સમજાય છે કે ઔરંગઝેબનું મહિમામંડન ન થવા દેવું જોઇએ અને જે લોકો તેનાં વખાણ કરે છે, તેમનો વિરોધ કરવો જોઇએ, પરંતુ તેની પણ એક રીત હોવી જોઇએ. તેની સાથે જ એ પણ ધ્યાન રાખવું જોઇએ કે સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર એક ઉપેક્ષિત સ્થળ છે. ત્યાં મુઠ્ઠીભર લોકોને બાદ કરતાં બધા જ તેને હીણી નજરથી જુએ છે.
નાગપુરમાં હિંસા એટલા માટે ભડકી, કારણ કે ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી રહેલા લોકોએ તેના પ્રતીકાત્મક કબરવાળા ફોટો બાળ્યા. તેમાં એવી અફવા ફેલાઈ કે તેમાં મજહબી નારા લખ્યા હતા. આ નિતાંત જૂઠ્ઠાણું અને ખોટી અફવા જ હતી. એ માનવાનાં ઘણાં કારણો છે કે આ અફવા જાણીજોઈને ફેલાવી હતી અને લોકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા. લાગે છે કે આ અફવાના સહારે ઉપદ્રવ કરવાની તૈયારી પહેલેથી જ કરી લેેવામાં આવી હતી. જો તૈયારી ન હોત તો બે કલાક સુધી આગચંપી અને તોડફોડ ન થઈ હોત. જોકે આ હિંસાના માસ્ટરમાઇન્ડની ધરપકડ થઈ ચૂકી છે. આ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા, જેમાંથી ૩૦થી વધારે તો પોલીસકર્મીઓ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ કહી રહ્યા છેક ે પોલીસકર્મીઓ પર હુમલો કરનારાને છોડવામાં નહીં આવે, પરંતુ તેની સાથે જ તેમણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે કોઇપણ કોઈ બાબતે પોતાની પસંદ-નાપસંદ વ્યક્ત કરતી વખતે આટલું બેલગામ ન થઈ જાય. તેની સાથે જ એ પણ સમજવું જોઇએ કે આપણા દેશમાં કેટલાય એવા શાસક થયા છે, જેમનો ભૂતકાળ દાગદાર અથવા વિવાદિત છે. તેમના કાર્ય-વ્યવહાર પર ચર્ચાના નામે એવું ન થવું જોઇએ જેનાથી સામાજિક સદ્ભાવ કે કાયદો-વ્યવસ્થા માટે સંકટ પેદા થઈ જાય.
Trending
- 27 ઓગસ્ટ નું પંચાંગ
- 27 ઓગસ્ટ નું રાશિફળ
- Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
- તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
- Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
- Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
- Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
- America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્ર્સનું નિયંત્રણ
Related Posts
Add A Comment