Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian Stock Market માં ઉછાળે વેચવાલી તરફી માહોલ…!!!
    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે વેચવાલી તરફી માહોલ…!!!

    Vikram RavalBy Vikram RavalMarch 22, 2025No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    છેલ્લા પાંચ મહિનામાં શેરોમાં સતત મોટા ધોવાણ બાદ હવે ઓવરસોલ્ડ પોઝિશન સાથે વેલ્યુએશન ખર્ચાળમાંથી પોઝિટીવ બનવા લાગ્યું હોવા સાથે નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંત પૂર્વે ફંડો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં સેન્સેકસ ફરી ૭૭૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર ૨૩૪૦૦ પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને ટેરિફ વોરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે મુખ્ય વ્યાજ દર યથાવત રાખી અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો અને સાથોસાથ ફુગાવો વધવાના સંકેત પણ આપ્યા હતા. ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક દર ૪.૨૫% થી ૪.૫૦%ની રેન્જમાં યથાવત રાખ્યા છે. વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૧.૭૦% રહેવા અને ફુગાવો વધી ૨.૭૦% પહોંચવા ફેડરલ રિઝર્વે ધારણાં મૂકી છે. આર્થિક વિકાસ દરની ધારણાં પહેલા ૨.૧૦% મુકાઈ હતી.

    અમેરિકાના વેપાર ભાગીદાર દેશોના માલસામાન પર જોરદાર ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજનાને પરિણામે ફુગાવા તથા આર્થિક વિકાસ દર અંગેના ફેડરલ રિઝર્વના આઉટલુકને અસર થઈ છે. આવા પ્રકારના પગલાંથી ફુગાવો ઊંચે જશે અને વિકાસને ફટકો પડશે. અમેરિકામાં ફુગાવાને ૨%ના સ્તર પર લાવવા ફેડરલ રિઝર્વ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે. વ્યાજ દર યથાવત રાખવાના ફેડરલના નિર્ણય બાદ ફેડરલ પર દબાણ લાવવા ટ્રમ્પે એક સંદેશમાં ફેડરલને રેપો રેટ ઘટાડવા જણાવ્યું હતું જેથી નવા ટેરિફની પોતાની યોજનાને ભરપાઈ કરી શકાય. જો કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત કપાતની પોતાની ધારણાંને ફેડરલે જાળવી રાખી હતી.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

    વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર મહિનાથી દેશના શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી ચાલુ રહેતા ભારતીય ઈક્વિટી બજારમાંથી ઋઈંઈંના આઉટફલોની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષ એકદમ ખરાબ પૂરવાર થયું છે. વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોની ઈક્વિટી કેશમાં વેચવાલી રૂ.૪ લાખ કરોડને પાર કરી ગઈ છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની કેશમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૪.૨૩ લાખ કરોડથી વધુની નેટ વેચવાલી કરી છે. ગયા નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વિદેશી રોકાણકારોની રૂ.૧૪૩૯૫ કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાની ધારણાંએ ઈક્વિટી બજારમાં વેચવાલી આવી હતી.

    આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયેલુ છે. વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેકસ ૭.૩૦% અને નિફટીમાં ૮.૩૦% ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરમાં મજબૂતાઈને કારણે વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડ ઊંચા રહેતા ઋઈંઈંની વેચવાલી જળવાઈ રહી છે. કેટલીક રેટિંગ એજન્સીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો આવી પડયો છે, જે દેશની એકંદર આર્થિક સ્થિતિના સંકેત આપે છે.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, વિશ્વને ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ અને તેના પગલે ઊભા થઇ રહેલા વિવાદોથી અમેરિકાનાં બજારોમાં સતત પીછહઠ જોવા મળી રહી છે, જો કે અમેરિકા ફર્સ્ટની વાત ભારપૂર્વક કર્યા કરતા પ્રમુખ ટ્રમ્પ બહુ બાંધછોડ કરે તેવું દેખાતું નથી. ટ્રેડ વોર અને ઊંચા ટેરિફથી વિકાસ અટકે છે અને ફુગાવો વધે છે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મત વ્યકત કરાયો છે.

    વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે ફેબ્રુઆરી માસમાં ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળ્યુ હતું અને રૂપિયા મૂલ્યમાં ઘસારો જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક રોકાણકારોના કારણે બજાર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી શક્યું છે. વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ભારતના અર્થતંત્રએ સ્થિતિ સ્થાપકતા દર્શાવી ત્યારે ફુગાવામાં તાજેતરના ઘટાડા આર્થિક રિકવરીને ટેકો આપશે તેવી આશા સાથે આગામી દિવસોમાં વિદેશી રોકાણકારોની પીછેહઠ, તૂટતો રૂપિયો અને ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરના કારણે હજુ અનિશ્ચિત કાયમ છે તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) ગ્રાસિમ લિમિટેડ (૨૪૮૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૪૩૦  ના સપોર્ટથી ખરીદવાલાયક…!!  સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૫૦૭ થી રૂા.૨૫૨૦  નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)લુપિન લિમિટેડ (૨૧૧૬) : આ સ્ટોક રૂા.૨૦૮૮ નો પ્રથમ અને રૂા.૨૦૭૩ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૨૧૩૮  થી રૂા.૨૧૫૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

    (૩) HDFC બેન્ક (૧૭૭૩) : ૫૫૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૭૩૩  પ્રથમ તેમજ રૂા.૧૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!!  પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૭૯૩ થી રૂા.૧૮૦૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

    (૪)નેસલે ઇન્ડિયા (૨૨૬૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૨૯૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૩૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૨૪૦ થી રૂા.૨૨૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૩૨૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)હિન્દુસ્તાન યુનિલિવર (૨૨૪૩) : રૂા.૨૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૨૨૯૪  ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૨૦૮ થી રૂા.૨૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)ભારતી એરટેલ (૧૭૨૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૭૫૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૭૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૬૯૬ થી રૂા.૧૬૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૭૪ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)ઓઇલ ઇન્ડિયા (૩૭૭) : A/T+1 ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૪૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૯૭ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૩૨૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૦૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૯૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૪૩ થી રૂા.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૨૯૭) : રૂા.૨૮૮ નો પ્રથમ તેમજ રૂા.૨૮૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૧૪ થી રૂા.૩૨૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ભારત પેટ્રોલિયમ (૨૬૪) : રિફાઇનરી એન્ડ માર્કેટીંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૮૩ થી રૂા.૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)ડી.બી. કોર્પ (૨૨૩) : રૂા.૨૦૮ નો પ્રથમ તેમજ રૂા.૧૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રિન્ટ મીડિયા સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૪૪ થી રૂા.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)કર્ણાટક બેન્ક (૧૭૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૬૩ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૮૮ થી રૂા.૧૯૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)આઇનોકસ વિન્ડ (૧૬૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૪૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૭૪ થી રૂા.૧૮૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)ગેઇલ (ઈન્ડિયા ) લિ. (૧૫૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ ગેસ ટ્રાન્સમિશન/ માર્કેટીંગ સેકટરનો આ સ્ટોક રૂા.૧૪૪ આસપાસ રોકાણકારે રૂા.૧૭૩ થી રૂા.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૩૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)જીપીટી ઇન્ફ્રાપ્રોજેકટસ (૯૮) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૧૩ થી રૂા.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  ફર્ટિલાઇઝર્સ સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૮ થી રૂા.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩)એચબી સ્ટોક હોલ્ડિંગ્સ (૭૬) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૭૦નો પ્રથમ તેમજ રૂા.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૪ થી રૂા.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૫૭) : રૂા.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૬ થી રૂા.૭૦  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    સોનાના ભાવમાં રેકોર્ડ તેજી છતા સતત ૧૦મા મહિને ગોલ્ડ ETFરોકાણમાં વધારો…!!

    સોનાના ભાવમાં રેકોર્ડ તેજી છતા વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ૯.૪ અબજ ડોલરનું રોકાણ વધ્યું હતુ. રોકાણનો આ આંકડો માર્ચ,૨૦૨૨ પછી એટલેકે છેલ્લા ૩ વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યો છે. ડેટા અનુસાર ભારતમાં સતત ૧૦મા મહિને ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ.૧૯૭૯.૮૪ કરોડનો નેટ ઈન્ફલો જોવા મળ્યો છે. એમ્ફીના ડેટા અનુસાર ભારતમાં પણ ગોલ્ડ ઈટીએફ થકી રોકાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

    શેરબજારમાં મંદીના માહોલ વચ્ચે ઈક્વિટી સ્કીમોમાં રોકાણ અને એસઆઈપી બંનેમાં નાના રોકાણકારો પાછીપાની કરતા જોવા મળ્યા હતા પરંતુ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સોનાના ઉંચા ભાવ છતા સેફ હેવન સમજીને રોકાણ વધાર્યું છે.મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશનના ડેટા અનુસાર ભારતમાં સતત ૧૦મા મહિને ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ.૧૯૭૯.૮૪ કરોડનો નેટ ઈન્ફલો જોવા મળ્યો છે. છેલ્લે એપ્રિલમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો ત્યારબાદ સતત ૧૦ મહિના ઈટીએફમાં નેટ રોકાણ જ જોવા મળ્યું છે.રિપોર્ટ અનુસાર ગત મહિને દેશના કુલ ૧૯ ગોલ્ડ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ. ૧૯૭૯.૮૪ કરોડનો ચોખ્ખો પ્રવાહ આવ્યો હતો.

    ગયા વર્ષના સમાન સમય ગાળા એટલે કે ફેબ્રુઆરી, ૨૦૨૪ની સરખામણીએ આ આંકડો ૯૮.૫૩ ટકા વધુ છે.  ગયા વર્ષે આ જ મહિના દરમિયાન દેશના કુલ ૧૭ ગોલ્ડ ઈટીએફમાં ૯૯૭.૨૨ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. જાન્યુઆરી ૨૦૨૫ની સરખામણીએ જોઈએ તો રૂ. ૩૭૫૧.૪૨ કરોડના નેટ રોકાણની સામે ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.સોનાના ભાવમાં તીવ્ર વધારા અને સતત ઈન્ફલોને કારણે ફેબ્રુઆરીના અંતમાં ગોલ્ડ ઈટીએફની નેટ એસેટ અંડર મેનેજમેન્ટ વધીને રૂ.૫૫,૬૭૭.૨૫ ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન કુલ એયુએમ ૨૮,૫૨૯.૮૮ કરોડ અને જાન્યુઆરી, ૨૦૨૫ રૂ.૫૧,૮૩૯.૩૯ કરોડ હતી.

    શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે STT મારફતની આવકમાં જોરદાર વધારો…!!

    વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં ભારતીય શેરબજારમાં જોવા મળેલી વોલેટિલિટીને પરિણામે દેશની તિજોરીમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) મારફતની આવકમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ગયા નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં ૩૪૧૩૧ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં એસટીટીના રૂપમાં સરકારને રૂ.૫૩૦૯૫ કરોડની આવક થયાનું સેન્ટ્રલ બ્યુરો ઓફ ડાયરેકટ ટેકસિસના (સીબીડીટી)ના ડેટા જણાવે છે.શેરબજારની વોલેટિલિટીને પગલે એસટીટીની વસૂલીમાં ૫૫% વધારો થયાનું જોવા મળ્યું છે. સીધા વેરા મારફતની એકંદર વસૂલી વાર્ષિક ધોરણે ૧૬.૧૫% વધી રૂ.૨૫.૮૬ લાખ કરોડ રહી છે જે ગયા નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં રૂ.૨૨.૨૭ લાખ કરોડ રહી હતી. કોર્પોરેટ ટેકસ ઉપરાંત એસટીટીની ઊંચી વસૂલીને કારણે સીધા વેરાની વસૂલીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કોર્પોરેટ ટેકસ મારફતની આવક જે ગયા નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં રૂ.૧૦.૧૦ લાખ કરોડ રહી હતી તે વર્તમાન નાણાં વર્ષના આ ગાળા સુધીમાં રૂ.૧૨.૪૦ લાખ કરોડ જોવા મળી છે.નોન-કોર્પોરેટ ટેકસની વસૂલીનો આંક ૧૦.૯૧ લાખ કરોડ પરથી વધી રૂ.૧૨.૯૦ લાખ કરોડરહ્યો છે. વ્યક્તિગત તથા વેપારગૃહો દ્વારા સરકારને સીધા જ ચૂકવવામાં આવતા ટેકસ સીધા વેરા મારફતની આવક હેઠળ આવરી લેવામાં આવે છે. સીધા વેરામાં કોર્પોરેટ ટેકસ, ઈન્કમ ટેકસ તથા એસટીટીનો સમાવેશ થાય છે.

    દેશના આઇપીઓ બજાર પર સેકન્ડરી બજારની મંદીની અસર…!!

    દેશમાં હાલમાં પ્રક્રિયા હેઠળના રૂપિયા ૧.૧૦ ટ્રિલિયનના મૂલ્ય સાથેના ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ-જાહેર ભરણાં) પર સેકન્ડરી બજારની મંદીનું ગ્રહણ લાગવાની સ્થિતિમાં છે. સેકન્ડરી બજારની મંદીને પરિણામે રિટેલ રોકાણકારોનો પ્રાઈમરી માકેટમાંથી પણ રસ ઉડીરહ્યાનું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જાહેર ભરણાં સફળ જવાની શકયતા ઓછી રહે છે, એ હકીકતને ધ્યાનમાં રાખી અનેક કંપનીઓ જેમણે આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમાં તેઓ ઢીલ કરશે તેમ જણાઈ રહ્યું છે.

    અસંખ્ય કંપનીઓ તેમને મળી ગયેલી મંજુરી રદ થવા દેવાની પણ તૈયારીમાં છે. ૨૦૨૪માં દેશની આઈપીઓ બજારે જોરદાર રેકોર્ડસ દર્શાવ્યા બાદ વર્તમાન વર્ષના પ્રથમ બે મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિ એકદમ ધીમી પડી ગયાનું જોવા મળ્યું છે.જાહેર ભરણાંની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત નવા ડ્રાફટ પેપર્સ ફાઈલિંગની સંખ્યા પણ ઘટી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. જાન્યુઆરીની સરખામણીએ ફેબુ્રઆરીમાં ડ્રાફ્ટ ફાઈલિંગ્સના મૂલ્યમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

    કંપનીઓની સંખ્યા પણ ૨૯ પરથી ઘટી ૧૬ રહી છે.વર્તમાન વર્ષના જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં મેઈનબોર્ડ આઈપીઓની સંખ્યા નવ જ જોવા મળી હતી જે ગયા વર્ષના આ ગાળામાં ૧૬ રહી હતી. જોકે એસએમઈ સેગમેન્ટમાં પ્રવૃત્તિ મજબૂત જળવાઈ રહી છે.છેલ્લા બે-અઢી વર્ષની રેલીને કારણે અસંખ્ય કંપનીઓએ જાહેર ભરણાં લાવવાની યોજના ઘડી કાઢી હતી.

    એક અંદાજ પ્રમાણે રૂપિયા ૧.૧૦ ટ્રિલિયન સાથેના ૬૯ જેટલી કંપનીઓએ ભરણાં માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે,પરંતુ હવે સેકન્ડરી બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે,ત્યારે આ સૂચિત કંપનીઓમાંથી કેટલી કંપનીઓ ભરણાંમાં આગળ વધે છે તે જોવાનું રહે છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. સેકન્ડરી બજારમાં રેલીને કારણે અસંખ્ય કંપનીઓને લિસ્ટિંગમાં સારા લાભ જોવા મળ્યા હતા જે હવે કદાચ જોવા મળવાની સંભાવના નથી. ૨૦૨૪માં ૧૫૭ જેટલી કંપનીઓના જાહેર ભરણાં જોવા મળ્યા હતા.

    ફીચ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦% રહેવાની ધારણાં…!!

    આયાત્ત પર ભારતની ઓછી નિર્ભરતાને કારણેતેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી)ના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૭માં પણ ભારતનો આર્થિક વિકાસ દર ૬%થી વધુ રહી ૬.૩૦% રહેવા ફીચદ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૬ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રખાયો છે. જ્યારે નાણાં વર્ષ ૨૦૨૭ માટેનો અંદાજ ૬.૨૦% પરથી વધારી ૬.૩૦% મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે. રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૬.૭૦% મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે.

    વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવક સૌથી નીચી સપાટીએ…!!

    વર્તમાન નાણાં વર્ષમાં સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવકસૌથી નીચી સપાટીએ જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત માત્ર રૂ.૯૩૧૯.૦૫ કરોડ ઊભા કર્યા છે.જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી નીચો હોવાનુંજણાવાઈ રહ્યું છે. ગયા નાણાં વર્ષમાં આ આંક રૂ.૧૬૫૦૭.૨૯ કરોડ રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને હવે એક પખવાડિયાને વાર છે ત્યારે સરકારી ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ મારફતનો આંક નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીએ પણ નીચો રહેવાની ધારણાં છે. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧૩૫૩૪.૪૦ કરોડ ઊભા કરાયા હતા. બજારની વોલેટિલિટીને ધ્યાનમાં રાખી સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નિશ્ચિત કરવાનું અટકાવી દીધું છે. સામાન્ય રીતે સરકાર અત્યાર સુધી બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ જાહેર કરતી હતી. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે જીઆઈસી, કોચીન શિપયાર્ડ, હિન્દ ઝીંકમાં હિસ્સાનું વેચાણ કરી નાણાં ઊભા કર્યા હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

     

     

    Future investment Indian Stock Market Small savings scrip Stock movement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.