Jamnagar,તા.22
જામનગર શહેરમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે એક રશખ્સને ઈંગ્લીશ દારૂના ૧૮૧ નંગ ચપટા સાથે ઝપડી લઈ ત્રણ શખ્સને ફરાર જાહેર કરી મોબાઈલ અને સ્કૂટર સહિત રૂ. ૯૩, ૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રામેશ્વરનગરપાછળ મધુરેશ્વર મહાદેવ મંદિર પાસે મધુરમ સોસાયટી પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને નીકળવાનો હોવાની બાતમી એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર અને રૂધિરાજસિહ વાળાને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી અને સી.એમ.કાંટેલીયાની સૂચનાથી દરોડો કરી વિશાલ નીતિનભાઈ સીસોદીયા (રહે. માતૃઆશિષ સોસાયટી, શેરી નં. ૫) નામના શખ્સને ઈંગ્લીશ દારૂના ૧૮૧ નંગ ચપટા સાથે ઝડપી લઈ મોબાઈલ અને એક્સેસ સહિતનો મુદામાલ કબજે કરી શિન ભાદરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.