Mumbai,તા.24
IPL 2025 ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચના અંતે એક ગજબનું દૃશ્ય જોવા મળ્યું હતું. જ્યારે એમએસ ધોની બેટિંગ કરવા ક્રીઝ પર આવ્યો ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના બોલરે તેને સ્લેજિંગ કર્યું. આવું વાંચીને તમને નવાઈ લાગશે, કે એવો કયો બોલર છે, જે ધોનીને સ્લેજ કરવાની હિંમત કરી શકે છે, તમને જણાવી દઈએ આ બોલર બીજો કોઈ નહીં પણ દીપક ચહર હતો. જોકે, તેને તેનું પરિણામ પણ ભોગવવું પડ્યું, કારણ કે, ધોનીએ બેટથી તેને પાઠ ભણાવ્યો હતો. હકીકત એવી છે કે, જ્યારે એમએસ ધોની બેટિંગ કરવા માટે ક્રીઝ પર પહોંચ્યો, ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો વિજય લગભગ નક્કી જ હતી. ત્યારે દીપક ચહરે તેની મજાક ઉડાવવા માટે પીચની વચ્ચે એમએસ ધોનીને સ્લેજિંગ કર્યું. જોકે, બંને લાંબા સમય સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે સાથે રમી રહ્યા છે. પરંતુ, આ વખતે દીપક ચહરને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો છે. દીપક ચહરે મજાક મજાકમાં ધોનીને સ્લેજ કરી રહ્યો હતો. ત્યાર બાદ જ્યારે મેચ પૂરી થઈ, ત્યારે એમએસ ધોનીએ દીપક ચહરને બેટથી પાઠ ભણાવ્યો હતો. ધોનીએ દીપક ચહરને બેટ ફટકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એમએસ ધોની અને દીપક ચહર વચ્ચે ઘણા સમયથી સારું બોન્ડિંગ છે. એટલું જ નહીં દીપક ચહરે પોતાના જીવનના ઘણા નિર્ણયો એમએસ ધોનીના નિર્દેશ પર લીધા છે. ત્યાં સુધી કે, જ્યારે તેણે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે પણ તેણે એમએસ ધોનીની સલાહ લીધી. આઈપીએલ મેચ પૂરી થયા પછી તેણે મેદાન પર તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. આ ઉપરાંત દીપક ચહરે ધોની પાસેથી ઘણું શીખ્યો છે. આ ઉપરાંત ઘણીવાર ધોનીએ તેને ઠપકો પણ આપ્યો છે, પરંતુ આ બંન્ને વચ્ચે ભાઈચારાનું એક અલગ પ્રકારનું બોન્ડિંગ જોવા મળે છે.

