Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025

    Tariff-પ્રતિબંધ ઇફેક્ટ: રશિયાથી ક્રૂડ આયાત ઘટી, અમેરિકાથી વધી

    November 4, 2025

    ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત
    • Tariff-પ્રતિબંધ ઇફેક્ટ: રશિયાથી ક્રૂડ આયાત ઘટી, અમેરિકાથી વધી
    • ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે
    • તંત્રી લેખ…આરજેડી અને કોંગ્રેસે કોઈ મુસ્લિમને તેમના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા નથી
    • 04 નવેમ્બર નું પંચાંગ
    • 04 નવેમ્બર નું રાશિફળ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…પરિસીમન મુદ્દે રાષ્ટ્રીય સહમતિની જરૂર
    લેખ

    તંત્રી લેખ…પરિસીમન મુદ્દે રાષ્ટ્રીય સહમતિની જરૂર

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક કવિએ કહ્યું છે કે આખી દુનિયા એક રંગમંચ છે અને તમામ રાજનીતિ અનિવાર્ય રૂપે એક લાઇવ ઓડિશન છે. જાહેર ક્ષેત્રમાં કરાતી બયાનબાજીનો ઉદ્દેશ્ય લોકોનું ધ્યાન અને વફાદારી મેળવવાનો છે. નેતા પાર્ટીની અંદર અને/અથવા સંવેદનશીલ અનુયાયીઓ માટે પોતાની ભૂમિકા ખાતર નિવેદન આપે છે. પાર્ટીઓ ચૂંટણી બજારમાં વ્યાપક હિસ્ેદારી માટે પટકથાઓ લખે છે. પરિસીમનની પ્રક્રિયાને લઈને થઈ રહેલ ચર્ચા આ જ પેટર્નને દર્શાવે છે. આ મુદ્દો સમાવેશન અને લોકોના પ્રતિનિધિત્વનો છે, પરંતુ પરિદૃશ્યમાં જે તસવીરો દેખાઈ રહી છે તે એકપક્ષીય, પક્ષપાતી ઉત્તર-દક્ષિણ વિભાજનને દર્શાવે છે અને મતદારો માત્ર રાષ્ટ્રવાદ અને અલગતાવાદના દ્વિઆધારી તર્કો વચ્ચે ગૂંચવાયેલા રહે છે. પરિસીમન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનસંખ્યાના આદર્શ અનુપાતને દર્શાવવા માટે ચૂંટણી ક્ષેત્રોને ફરીથી પરિભાષિત અને પુનર્ગઠિત કરવાની પ્રક્રિયા છે.

    ભારતની શાસન સંરચના (સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક નિગમોમાં પ્રતિનિધિઓની સંખ્યા) ૧૯૭૧ની જનગણનાના આંકડા સાથે સ્થિર કરી દેવાઈ છે અને ૨૦૨૬માં નવીન જનગણનાના આધારે તેની સમીક્ષા કરવામાં આવશે. હાલમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નિમંત્રણ પર મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓએ નિષ્પક્ષ પ્રતિનિધિત્વ માટે એક સંયુક્ત કાર્યવાહી સમિતિ બનાવવા માટે ચેન્નઇમાં બેઠક કરી. ૧.૪ અબજની વર્તમાન આબાદીને જોતાં અનુમાન છે કે પરિસીમનતી લોકસભામાં સીટોની સંખ્યા ૭૫૩ સુધી પહોંચી જશે, જેમાં ઉત્તર પ્રદેશમાં સીટોની સંખ્યા ૮૦થી વધીને ૧૪૩ અને બિહારમાં ૪૦થી વધીને ૭૯ થઈ જશે. ડર એ છે કે વધારે આબાદીવાળા ‘ઉત્તર’ને લાભ મળશે, અને જનસંખ્યા નિયંત્રણમાં સફળતા મેળવનારા ‘દક્ષિણ’ને નુક્સાન જશે. આ ચિંતાઓ પાછળ રાષ્ટ્રીય શક્તિ માળખામાં સંખ્યા ઓછી હોવાનો ડર છે. આ દરમ્યાન આ લોકતંત્રમાં સંપ્રભુ (મતદારો) મૂકદર્શક બની ગયા છે. સવાલ એ છે કે શું ભારતને વધારે સાંસદોની જરૂર છે? વધારે સાંસદોને કારણે બહેતર પ્રતિનિધિત્વ અને બહેતર પરિણામ મળે છે, તેની તપાસ પણ કરવી જોઇએ. તેલંગણાના મલ્કાજગિરીમાં સૌથી વધુ મતદારો છે (લગભગ ૩૦ લાખ), અહીં પ્રતિ વ્યક્તિ આવક ૨.૯૫ લાખ રૂપિયા છે, જે રાષ્ટ્રીય સરેરાશથી ઘણી ઓછી છે. તેની તુલના કોઇપણ મોટા રાજ્યમાં બહેતર જનસંખ્યા-સાંસદ અનુપાતવાળા ચૂંટણી ક્ષેત્ર સાથે કરીએ. સ્પષ્ટ છે કે સમૃદ્ઘિનો વાયદો રાજ્યમાં શાસનની ગુણવત્તા પર નિર્ભર કરે છે. બંધારણની અનુસૂચિ સાતમાં શાસનની સંરચના જુઓ, તો નાગરિકો સાથે સંબંધ રાખનાર દરેક મુદ્દો ઘણી હદ સુધી રાજ્ય સરકારોને આધીન છે. સર્વાધિક ફાળવણીવાળા સૌથી મોટા મંત્રાલય તમામ રાજ્યના વિષય છે.

    સ્વર્ગીય એનટી રામારાવના શબ્દોમાં કહીએ તો – દેશના દરેક ઇંચ રાજ્ય દ્વારા પ્રશાસિત છે અને કેન્દ્ર એક વૈચારિક અમૂર્ત સંસ્થા છે. એવામાં સવાલ એ છે કે આ પ્રતિનિધિત્વ સંસદમાં થવું જોઇએ કે રાજ્યોમાં. સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા, વીજળી અને પાણી જેવી બુનિયાદી સેવાઓ આપવાની શક્તિ રાજ્યો પાસે છે. હવે જરા સાર્વજનિક વ્યયના પરિદૃશ્ય પર વિચાર કરીએ. વર્ષ ૨૦૨૩-૨૪માં, રાજ્ય સરકારોએ ૫૭ લાખ કરોડ રૂપિયા અને કેન્દ્રએ ૪૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ભૂમિ અને શ્રમ સુધાર (રોજગાર સર્જન માટે મહત્ત્વપૂર્ણ) રાજ્ય સરકારો પાસે પડતર છે. ૬૯,૨૩૩ અનુપાલન ઉદ્યમોનો બોજ રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં છે. એકાત્મક અને સંઘીય પ્રણાલીઓના વૈશ્વિક અનુભવની વાત કરીએ, તો અમેરિકી પ્રતિનિધિ સભા એક સદીથી પણ વધારે સમયથી ૪૩૫ સદસ્યો પર સ્થિર છે. ફ્રાન્સમાં સાંસદોની સંખ્યા ૧૯૮૬થી ૫૭૭ રહી છે. બ્રિટનની સંસદમાં ૧૭૯૬માં ૬૫૮ સાંસદ હતા અને ૧૯૮૦ના દાયકાથી ૬૫૦ સીટો છે. પ્રતિનિધિત્વ અને બહેતર પરિણામ વચ્ચેનો સંબંધ બહુ ઓછો રૈખિક છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે

    November 3, 2025
    લેખ

    તંત્રી લેખ…આરજેડી અને કોંગ્રેસે કોઈ મુસ્લિમને તેમના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા નથી

    November 3, 2025
    લેખ

    માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ

    November 3, 2025
    લેખ

    તંત્રી લેખ…ફરી એક વાર ભાગદોડમાં લોકો માર્યા ગયા, આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ શીખી શક્યું નથી

    November 2, 2025
    લેખ

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025

    Tariff-પ્રતિબંધ ઇફેક્ટ: રશિયાથી ક્રૂડ આયાત ઘટી, અમેરિકાથી વધી

    November 4, 2025

    ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે

    November 3, 2025

    તંત્રી લેખ…આરજેડી અને કોંગ્રેસે કોઈ મુસ્લિમને તેમના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા નથી

    November 3, 2025

    04 નવેમ્બર નું પંચાંગ

    November 3, 2025

    04 નવેમ્બર નું રાશિફળ

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025

    Tariff-પ્રતિબંધ ઇફેક્ટ: રશિયાથી ક્રૂડ આયાત ઘટી, અમેરિકાથી વધી

    November 4, 2025

    ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.