વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ઇતિહાસ સર્જીને સતત ૩જી વખત સત્તામાં આવ્યા બાદ ઝડપી લોકલક્ષી કામોને આગળ વધારાના સંકેતો આપી રહી છે. જેનાથી લોકોને ફાયદો પણ થનાર છે. બજેટમાં જે રીતે પગલા લેવામાં આવ્યા છે તેના કારણે કેટલાક સંકેતો મળી ગયા છે. આવી સ્થિતીમાં સામાન્ય લોકો મોદી સરકારની કામગીરીથી કેટલાક મોરચે તો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. ત્રાસવાદ અને વિદેશ નિતીના મોરચા પર સરકાર કઠોર નજરે પડી રહી છે. મોદી સરકાર આતંકવાદના મોરચે લોકોની અપેક્ષા મુજબ વધી છે. છેલ્લા ૧૦ વર્ષમાં સ્વચ્છતા, વિકાસના મોરચે અનેક સફળ કામો થયા છે. આયુષ્માન ભારત જેવી યોજના લોકોને ખુબ રાહત આપી રહી છે. જ્યારે કેટલાક મોરચે તેમની કામગીર અપેક્ષા મુજબ નબળી રહી છે. જે મોરચા પર મોદી સરકાર-૨ના ગાળામાં સફળતા મળી ન હતી તે મોરચા પર ૩જી અવધિમાં વધારે કામ થનાર છે. જો કે દેશના લોકો મોદી સરકારમાં પૂર્ણ વિશ્વાસ હજુ ધરાવે છે જે આંકડા પરથી સાબિત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બહુમતિ સાથે ફરી સત્તામાં આવી ચુકી છે. જેથી મોદી સરકારની લોક કલ્યાણ પગલાને લઇને જવાબદારી પણ વધી ગઇ છે. પરંતુ જુદા જુદા વિષય પર લોકોમાં અસંતોષ હજુ પણ દેખાઇ આવે છે. ખાસ કરીને મોંઘવારીને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા પગલાથી દેશના લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા નથી. ખેડુત સમુદાયની જે ચિંતા છે તેના તરફ પણ પુરતી રીતે ધ્યાન આપી શકયુ નથી. ઉપરાંત બેરોજગારી વધી રહી છે જેથી યુવા વર્ગમાં અસંતોષ અને નારાજગી છે. સારા લાયકાત ધરાવતા લોકોને રોજગારી મળી રહી નથી. મોદી સરકાર એકબાજુ પોતાની સિદ્ધીઓને લઇને રજૂઆત કરી રહી છે પરંતુ મુખ્ય સંવેદનશીલ મુદ્દા પર પુરતા પ્રમાણમાં કામો થઇ રહ્યા નથી. કષિ ક્ષેત્ર માટે અનેક યોજના જાહેર કરવામાં આવી હોવા છતાં કૃષિ સમુદાય સાથે જોડાયેલા ખેડુતોને પુરતા પ્રમાણમાં પેદાશો માટે નાણા મળી રહ્યા નથી. નવા વર્ષમાં લોકોની અપેક્ષા મુજબ ઝડપથી કામ કરે તે જરૂરી છે. સ્થાનિક મોરચે વધારે અસરકારક બનીને તેમની વિકાસ પુરૂષ તરીકેની પ્રતિષ્ઠાને પુરવાર કરે તે જરૂરી છે. દેશમાં મોંઘવારીને લઇને તમામ લોકો પરેશાન થયેલા છે. આવી સ્થિતીમાં સૌથી પહેલા મોદીએ કેટલાક એવા પગલા લેવા જોઇએ જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી ઝડપથી રાહત મળે. આના માટે સાહસી નિર્ણય કરવાની જરૂર છે. લોકો તેમની પાસેથી આવા સાહસી નિર્ણયની જ અપેક્ષા પણ રાખે છે. બીજી બાજુ રોજગારીને મોરચે હજુ સુધી ધીમી ગતિએ આગળ વધનાર સરકારને આ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂર છે. મોટા પાયે રોજગારીની તકો સર્જીને લોકોની નિરાશા દુર કરવાનો હવે સમય આવી ગયો છે. વચનથી કામ ચાલશે નહી. લોકો માત્ર વચનથી હવે રાજી થશે નહી. નવી નવી સ્કીમ જાહેર કરીને કામ ચાલશે નહી.
Trending
- Harmanpreet ધોનીનાપગલે:ગેટવે ઓફ ઈન્ડિયામાં મહિલાવર્લ્ડ કપ-2025ની ટ્રોફી સાથેપોઝઆપ્યો
 - દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે
 - Rajkot જિલ્લાની મતદારયાદીમાંથી શંકાસ્પદ મતદારોના નામ નોટીસ આપી કમી કરાશે
 - ભારતને વર્લ્ડકપ જીતાડનારીHarmanpreetની પણ રોહિત શર્માની જેમ કેપ્ટન્સી છીનવાશે?
 - ટ્રોફી ભારતીય ટીમ પાસે લાંબો સમય નહીં રહે, કારણ કે ICCનો એક ખાસ નિયમ આ ટ્રોફી પાછી લઈ લેવાનો
 - 50 વર્ષીય Amol Mazumdar ની કોચિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓના આત્મવિશ્વાસ જોવા મળ્યો
 - મહિલાઓને મેસેજ કરી ફસાયા બંગાળી એક્ટર Riju Biswas
 - Shraddha Kapoor મહારાષ્ટ્રનાં લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં
 

