Guwahati,તા.૨૭
બુધવારે ગુવાહાટીમાં રમાયેલી આઇપીએલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે રાજસ્થાન રોયલ્સને ૮ વિકેટથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સએ મેચ ૧૫ બોલ બાકી રહેતા ૮ વિકેટે જીતી લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે રાજસ્થાન રોયલ્સ સામે ૬૧ બોલમાં અણનમ ૯૭ રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો જોફ્રા આર્ચર પર ક્વિન્ટન ડી કોકની સદી રોકવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની ૧૮મી ઓવર દરમિયાન બની હતી. જ્યારે ક્વિન્ટન ડી કોક ૮૧ રન બનાવીને તેની ત્રીજી આઈપીએલ સદીની નજીક હતો, ત્યારે જોફ્રા આર્ચર કેકેઆરની ઇનિંગ્સની ૧૮મી ઓવર ફેંકવા આવ્યો હતો. ક્વિન્ટન ડી કોકને તેની ત્રીજી આઈપીએલ સદી પૂરી કરવા માટે ૧૯ રનની જરૂર હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને જીતવા માટે ૧૭ રનની જરૂર હતી.
૧૮મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા જોફ્રા આર્ચરના પ્રથમ બે બોલ પર ક્વિન્ટન ડી કોકે ચોગ્ગો અને એક સિક્સર ફટકારી હતી. ક્વિન્ટન ડી કોકનો વ્યક્તિગત સ્કોર ૯૧ થઈ ગયો. હવે અહીંથી કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે ૭ રનની જરૂર હતી. ક્વિન્ટન ડી કોકને તેની ત્રીજી આઈપીએલ સદી પૂરી કરવા માટે ૯ રનની જરૂર હતી. પછી જોફ્રા આર્ચરના એક એક્શને બધાને ચોંકાવી દીધા. જોફ્રા આર્ચરે પછીના બે બોલ વાઈડ બોલ્ડ કર્યા અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે માત્ર ૫ રન બાકી હતા.
આ પછી આગલા બોલ પર ક્વિન્ટન ડી કોકે સિક્સર ફટકારી, પરંતુ તે ૯૭ રન બનાવીને નોટઆઉટ રહ્યો. ક્વિન્ટન ડી કોકની સદી રોકવા માટે જોફ્રા આર્ચરને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોનો આરોપ છે કે જોફ્રા આર્ચરે ૧૮મી ઓવરમાં જાણી જોઈને બે વાઈડ બોલ ફેંક્યા, જેના કારણે ક્વિન્ટન ડી કોક તેની સદી પૂરી કરી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે ક્વિન્ટન ડી કોકે મુશ્કેલ વિકેટ પર ૯૭ રનની અણનમ ઈનિંગ રમી અને કોલકાતા નાઈટ રાઈડર્સને રાજસ્થાન રોયલ્સ પર આઠ વિકેટે શાનદાર જીત અપાવી.
વરુણ ચક્રવર્તી (૧૭ રનમાં બે વિકેટ) અને મોઈન અલી (૨૩ રનમાં બે વિકેટ)ની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દ્ભદ્ભઇએ રોયલ્સને નવ વિકેટે ૧૫૧ રન સુધી રોકી દીધું. ક્વિન્ટન ડી કોકે ૬૧ બોલમાં આઠ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી ૯૭ રનની અણનમ ઈનિંગ રમી અને દ્ભદ્ભઇને ૧૭.૩ ઓવરમાં આસાનીથી લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૯૭ રનની અણનમ ઈનિંગ રમીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવનાર ડી કોકે કહ્યું કે મેચની બીજી ઈનિંગમાં બેટિંગ કરવી તેના માટે ફાયદાકારક હતી.