Jamnagarતા ૨૮
જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહેલા બે શખ્સોની અટકાયત કરાઈ છે, અને તેઓ પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રકમ વગેરે કબજે કરાયા છે.
જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે આઈ.પી.એલ. ની ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન ટીવી નિહાળીને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમી રહેલા સોયબ મહેબુદ ભડાલા નામના બેડી ના એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી એક નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૧૧,૦૦૦ની રોકડ રકમ વગેરે કબજે કરી લેવાયા છે.
આ ઉપરાંત પંચવટી વિસ્તારમાં જ અન્ય એક હોટલ પાસે જાહેરમાં ઊભા રહીને પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઇપી.એલ ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા.આમદ મહમદભાઈ જુણેજા નામના બેડીના એક શખ્સ અટકાયત કરી લઈ તેની પાસેથી પણ રૂપિયા ૧૫૦૦ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની માલમતા કબજે કરી લેવામાં આવી છે.