ભારત પર અમેરિકાના ટેરીફ અંગે ગઈકાલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતમાં ભારત 27% ટેરીફની યાદીમાં પણ ટ્રમ્પે જે ટેરીફ પ્લાન બનાવ્યો તેમાં 26% હતા અને અંતે વ્હાઈટ હાઉસે જાહેર કર્યુ છે કે ભારત પર 26 ટકા જ ટેરીફ લાગશે. આ નવો ડ્રાફટ બાદમાં જાહેર કરવામાં આવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઉદબોધનમાં ભારત પર 26% ટેરીફની જાહેરાત કરી. જો કે અમેરિકી ડોકયુમેન્ટ જે વ્હાઈટ હાઉસે જાહેર કર્યા તેમાં 27% હતા તેથી જબરુ ક્ધફયુઝન હતું.
અંતે વ્હાઈટ હાઉસે સુધારેલા દસ્તાવેજમાં ભારતને 26%ની ટેરીફ કેટેગરીમાં મુકયા હતા. આમ 26% ટેરીફ નિશ્ર્ચિત છે. આ જ રીતે સાઉથ કોરિયા પર ટ્રમ્પે 25% ટેરીફની જાહેરાત કરી પણ ડોકયુમેન્ટમાં 26% દર્શાવાતા હતા અને હવે તેના પર 25% ટેરીફનો દસ્તાવેજ રીલીઝ થયા છે. આ જ રીતે અન્ય દેશો વોત્સવાના, કેમરૂન, નિકારાગુઆ, નોર્વે, પાકિસ્તાન વિ. દેશોને પણ અનુભવ થયા છે. જો કે વ્હાઈટ હાઉસે નિશ્ર્ચિત કર્યુ છે કે આ રેસીપ્રોકલ ટેરીફ છે જે દેશ અમેરિકા પર ટેરીફ લાદે છે તેટલો ટેરીફ અમેરિકા તેના ઉત્પાદનોની અમારા દેશમાં આયાત પર લાગશે.
Trending
- Rohan Bopanna એ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી
- Women’s World Cup: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન
- Gujarat government ના નવા પ્રભારી મંત્રીઓ જાહેર
- Katrina Kaif ના પ્રાઈવેટ ફોટા લીક થઈ જતાં ચાહકો રોષથી રાતાચોળ
- Ananya અને લક્ષ્યની મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ
- 89 વર્ષીય Dharmendra ની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
- ટીવી અભિનેત્રી Nupur Alankar મોહ-માયા છોડીને સંન્યાસ લઈ લીધો છે
- Zubin Garg ની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ

