ભારત પર અમેરિકાના ટેરીફ અંગે ગઈકાલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતમાં ભારત 27% ટેરીફની યાદીમાં પણ ટ્રમ્પે જે ટેરીફ પ્લાન બનાવ્યો તેમાં 26% હતા અને અંતે વ્હાઈટ હાઉસે જાહેર કર્યુ છે કે ભારત પર 26 ટકા જ ટેરીફ લાગશે. આ નવો ડ્રાફટ બાદમાં જાહેર કરવામાં આવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઉદબોધનમાં ભારત પર 26% ટેરીફની જાહેરાત કરી. જો કે અમેરિકી ડોકયુમેન્ટ જે વ્હાઈટ હાઉસે જાહેર કર્યા તેમાં 27% હતા તેથી જબરુ ક્ધફયુઝન હતું.
અંતે વ્હાઈટ હાઉસે સુધારેલા દસ્તાવેજમાં ભારતને 26%ની ટેરીફ કેટેગરીમાં મુકયા હતા. આમ 26% ટેરીફ નિશ્ર્ચિત છે. આ જ રીતે સાઉથ કોરિયા પર ટ્રમ્પે 25% ટેરીફની જાહેરાત કરી પણ ડોકયુમેન્ટમાં 26% દર્શાવાતા હતા અને હવે તેના પર 25% ટેરીફનો દસ્તાવેજ રીલીઝ થયા છે. આ જ રીતે અન્ય દેશો વોત્સવાના, કેમરૂન, નિકારાગુઆ, નોર્વે, પાકિસ્તાન વિ. દેશોને પણ અનુભવ થયા છે. જો કે વ્હાઈટ હાઉસે નિશ્ર્ચિત કર્યુ છે કે આ રેસીપ્રોકલ ટેરીફ છે જે દેશ અમેરિકા પર ટેરીફ લાદે છે તેટલો ટેરીફ અમેરિકા તેના ઉત્પાદનોની અમારા દેશમાં આયાત પર લાગશે.
Trending
- Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
- Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
- Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
- Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
- Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
- Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
- Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
- Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

