રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૩૭ સામે ૭૪૦૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૨૨૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૬૩ સામે ૨૨૫૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે ભારે કડાકા બાદ આજે ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ખુલતાં જ ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ શેરબજારમાં ઐતિહાસિક કડાકો બાદ આજે ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા વૈશ્વિક શેરબજારની સાથે સ્થાનિક શેરબજારમાં પણ રીકવરી જોવા મળી હતી. ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ તેમજ મંદીના એંધાણ વચ્ચે પણ ભારતીય સ્ટોક માર્કેટ આજે સપ્તાહના બીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ, એનર્જી, એફએમસીજી અને સર્વિસીઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૭૧ અને વધનારની સંખ્યા ૩૦૯૩ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની લિ. ૩.૨૯%, બજાજ ફાઈનાન્સ ૩.૨૧%, સ્ટેટ બેન્ક ૩.૦૦%, લાર્સેન લિ. ૨.૯૪%, બજાજ ફિનસર્વ ૨.૭૫%, એક્સીસ બેન્ક ૨.૭૨%, ઝોમેટો લિ. ૨.૬૨%, એશિયન પેઈન્ટ ૨.૩૬%, ઈન્ફોસીસ લિ. ૨.૨૫%, એચસીએલ ટેક. ૨.૦૩%, ટેક મહિન્દ્ર ૨.૦૨%, ભારતી એરટેલ ૧.૯૦%, હિન્દુસ્તાન યુનિ. ૧.૭૪%, અદાણી પોર્ટ ૧.૭૨%, આઈટીસી લિ. ૧.૬૦%, ટાટા મોટર્સ ૧.૫૬%, નેસ્લે ઇન્ડિયા ૧.૪૨% વધ્યા હતા, જયારે માત્ર પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૧૪% ઘટ્યો હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ભારતીય માલસામાનની આયાત પર ૨૬% ટેરિફ લાગુ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવાની ઉદ્યોગો દ્વારા મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક હોવાથી નવા ટેરિફની તેના પર સામાન્ય અસર જોવા મળશે. વિશ્વભરના દેશો પર ટેરિફના વિવિધ સ્લેબ લાગુ થવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણોમાં તથા ઉત્પાદન ક્ષેત્રની મૂલ્ય સાંકળમાં બદલાવ આવવાની દેશના ઉદ્યોગો ધારણાં મૂકી રહ્યા છે.
ભારતની મજબૂત ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અમેરિકાની ટેરિફની અસરને સમતુલિત કરશે અને દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) પર ટૂંકા ગાળે માત્ર ૦.૧૦% અસર જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારતના માલસામાન પર ૨૬% ટેરિફને જોતા આપણે ટેરિફ દરોમાં મધ્યમ સ્થાને છીએ. એકંદરે અમેરિકામાં ભારતની નિકાસ સ્પર્ધા પર મોટી અસર જોવા નહીં મળે, આમ છતાં દેશના ઉદ્યોગોએ ટેરિફની અસરને હળવી કરવા નિકાસ ક્ષમતા તથા વેલ્યુ એડિશન કરવા માટે સતત પ્રયાસો કરવાના રહેશે, ઉપરાંત જો ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરાર થશે તો તેવી સ્થિતિમાં રેસિપ્રોકલ ટેરિફ કદાચ પાછા ખેંચાઈ જવાની શકયતા રહેલી છે.
તા.૦૯.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૮.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૬૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૮૬ પોઈન્ટ થી ૨૨૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૮.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૭૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૦૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૮૦૮ પોઈન્ટ થી ૫૦૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૭૨ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૨ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૪૦૭ ) :- રૂ.૧૩૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૩ બીજા સપોર્ટથી કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૨૩ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૦૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૬૩ સ્ટોપલોસ આસપાસ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૫૦ થી રૂ.૧૪૩૪ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્ર ( ૧૩૧૯ ) :- રૂ.૧૩૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૯૦ થી રૂ.૧૨૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૮૫ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૩ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૫૫ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૧૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૩ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૩ ) :- રૂ.૧૧૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.