New Delhi,તા.9
નવકાર મહામંત્રી વિનમ્રતા શાંતિ તથા સાર્વભૌમિક સદભાવનું પ્રતિક છે અને તે એક મંત્ર નથી પરતું વિશ્વાસનું કેન્દ્ર છે. જૈન ધર્મનાં સૌથી પૂજય તથા સાર્વભૌમિક મંત્ર ‘નવકાર મહામંત્ર દિવસ’ની ઉજવણીમાં દિલ્હીનાં વિજ્ઞાન ભવનથી સામેલ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવકાર મહામંત્રનાં જાપ કર્યા હતા અને કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું
તેઓએ કહ્યું કે, નવકાર મહામંત્રનું મહત્વ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ આપણા જીવનનો મુખ્ય સ્વર છે. જે સ્વયંથી માંડીને સમાજ સુધી તમામને માર્ગ દેખાડે છે જનથી જગ સુધીની યાત્રા છે. આ મહામંત્રના દરેક પદ જ નહિં પરંતુ દરેકે દરેક અક્ષર જ મંત્ર છે.
તેઓએ કહ્યુ કે, આપણે જયારે નવકાર મહામંત્રના જાપ કરીએ છીએ ત્યારે 108 દિવ્ય ગુણોને નમન કરીએ છીએ અને માનવતાના હિતોનું સ્મરણ થાય છે. ધ્યાન અને કર્મ જ જીવનની સાચી દિશા હોવાનું મહામંત્ર યાદ અપાવે છે. ગુરૂ જ પ્રકાશ છે અને આપણી અંદરથી નિકળતો માર્ગ જ સાચો છે.
નવકાર મહામંત્રની આધ્યાત્મિક શકિતનો અનુભવ કરી રહ્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આવા જ એક સામુહીક મંત્રોચ્ચારમાં હુ બેંગ્લોર ખાતે જોડાયો હતો આજે તેનાં જેવી જ અને ઉંડાણપૂર્વકની દિવ્ય અનુભુતિ થઈ છે.
નવકાર મહામંત્ર એમ કહે છે કે, સ્વયં પણ વિશ્વાસ કરો, સ્વયંની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નથી, આપણી અંદર જ છે. નકારાત્મક સોચ, અવિશ્વાસ, વૈમનસ્ય તથા સ્વાર્થ જ એવા શત્રુ છે જેને જીતવાથી જ અસલી વિજય મળે છે આજ કારણે જૈન ધર્મમાં બહારી દુનિયા નહિં પરંતુ ખુદને જીતવાની પ્રેરણા આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનના 9 તત્વો હોવાની આપણને સમજ છે. આ 9 તત્વો જીવનને પૂર્ણતા તરફ લઈ જાય છે અને તેને કારણે જ સંસ્કૃતિમાં 9નુ મહત્વ છે. નવકાર મહામંત્રના આ દર્શન વિકસીત ભારતના વિઝન સાથે જોડાયા છે.
નવકાર મહામંત્ર સાચા અર્થમાં માનવ, ધ્યાન, સાધના અને આત્મશુદ્ધિને મંત્ર છે. નવકાર મહામંત્ર આપણને આપણા પર જ વિશ્વાસ રાખવાની શિક્ષા આપે છે. જયારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે પંચ પરમેષ્ઠીને નમન કરીએ છીએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ઓળખમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે નવા સંસદ ભવનમાં પણ જેૈન ધર્મનો પ્રભાવ સાફ છે. હું નથી જાણતો તમારામાંથી કેટલાંક લોકો નવું સંસદ ભવન જોવા માટે ગયા હશો. પણ ત્યાં તમે જોયું હશે કે, લોક તંત્રનું મંદિર નવી સંસદ ભવન બની ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સાફ દેખાય છે.
અહીં સ્થાપત્ય ગેલેરીમાં સમેત શિખર દેખાય છે. લોકસભાના પ્રવેશ દ્વારા પર તિર્થંકરની મૂર્તિ જે ઓસ્ટ્રેલિયાથી આવી છે. સંવિધાનની ગેલેરીની છત પર મહાવીરની અદ્દભુત પેઇન્ટિંગ લાગેલી છે. સાઉથ બિલ્ડિંગની દિવાલો પર 24 તિર્થંકર એકસાથે છે હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યાં હતાં.
વધુમાં મોદીએ ઉમેર્યું કે, ધર્મદર્શન લોકશાહીને દિશા આપે છે. જૈન ધર્મ સાહિત્ય બૌધિક વૈભવનું કરોડરજ્જુ છે. પ્રાકૃત અને પાલીને કલાસિકલ ભાષાનો દરજ્જો અપાયો છે. નોલેજનો ખોટો ઉપયોગ કરનારા નષ્ટ થાય છે, કામ અને કસાયોને જીતનાર સાચો મુનિ. Gyan ભારત મિશન શરૂ થઈ રહ્યું છે. કરોડો પાંડુ લીપીઓને ડિજિટલ કરવાની તૈયારી છે.
બજેટમાં તેની ઘોષણા થઈ હતી, પણ બધાનું ધ્યાન 12 લાખ આવક ઉપર કરમુક્તિમાં ગયું હશે. જૈન ધર્મ સાહિત્યિક અને સંવેદનશીલ છે. આજના વૈશ્વિક પ્રશ્નોનું સમાધાન જૈન ધર્મના મૂળ મૂલ્યોમાં છે. જગતના બધા જીવ એક બીજા ઉપર આધારિત છે. જૈન ધર્મમાં સૂક્ષ્મ જીવોમાં પણ અહિંસાને માનનારો છે.
નવકાર મહામંત્રમાં ઉલ્લેખિત ભગવાનના જ્ઞાનનું વર્ણન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને જૈન મુનિઓનું નાનપણથી સાનિધ્ય મળ્યું છે. નવકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે.નવકાર મહામંત્ર 108 ગુણોને નમસ્કાર કરવા જેવું છે. પોતાને જીતવાથી અરિહંત બનાય. દુશ્મન બહાર નહીં અંદર છે.
જીવનમાં જ્ઞાન અને કર્મનું મહત્વ છે. નવકાર મહામંત્ર આત્મસુધ્ધિનો મંત્ર છે. ઐતિહાસિક રીતે નવકાર મંત્ર શીલાલેખોથી આગળ વધ્યો. જૈન ધર્મના સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની વાત નવ પૂર્ણતાનો નંબર. પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પરત આવે તેમાં તિર્થંકરોની મૂર્તિઓ પરત આવે છે. પાછલા વર્ષોમાં 20થી વધુ તિર્થકરોની મૂર્તિઓ વિદેશથી પરત આવી છે.