શહેરમાં રહેતી પરણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા રિસામણે રહેલી પરણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા કરેલી ભરણ પોષણની અરજી અદાલતે મંજૂર કરી રેલવે કર્મચારી પતિ એ માસિક ₹20,000 ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતી પૂજાબેન નામની યુવતીના પ્રશાંત વાલજી ડાભી નામના રેલવે કર્મચારી સાથે 7 2018 ના રોજ લગ્ન થયા હતા બાદ લગ્ન જીવન ધોળા સમય બાદ પરણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા બાદ બંને પરિવારજનો દ્વારા સમાધાન પણ કરી પરણીતા પોતાના સાસરીયા પરત કરી હતી આમ છતાં પણ પતિ ન વાણી વ્યવહાર વર્તનમાં કોઈ પણ જાતનો ફેરફાર પરણેતા ફરી પોતાના પિયરેસ અમને ચાલી ગઈ હતી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં ભરણપોષણ ની માંગ કરતી અરજી કરી હતી. ભરણ પોષણની અરજી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ પરણીતાના એડવોકેટ અમિત ગડારા દ્વારા કરવામાં આવેલી લેખિત હોકી દલીલમાં હકીકત રેર્કડ પર આવેલ છે, સાસરીયા પક્ષે પરણીતાને ને માનસીક દુખત્રાસ આપેલ હતો, તેથી ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, પત્નીની વિના કારણે ત્યાગ કરેલ હોય તેથી કાયદાકીય જોગવાઈઓ મુજબ ભરણપોષણ આપવાની પતીની કાયદેસરની જવાબદારી બને છે. જેથી અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણપોષણની રકમ મંજુર કરવા રજુઆતો કરવામા આવી હતી. પરણીતાના એડવોકેટ અમીત ગડારાની દલીલો ગ્રાહય રાખી ફેમીલીકોર્ટએ પરણીતાની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે પત્ની ને માસીક રકમ રૂ.૨૦ હજાર અરજીની તારીખ થી ચુકવી આપવી અને અરજીખર્ચના રૂ.૨૫૦૦ ચુકવવા તેવો હુકમ કર્યો છે. પુજાબેન ડાભી વતી એડવોકેટ તરીકે અમિત વી.ગડારા, યશ વૈષ્ણવ રોકાયા હતા.
Trending
- Disha Patani ના ઘરે ગોળી ચલાવનારો કોઈ બીજો, ફેક એન્કાઉન્ટરમાં અરુણને માર્યો
- Bobby ને જમીન પર જોઈ આર્યન ખાનથી ના રહેવાયું,પછી એવું થયું કે બધાના દિલ જીતી લીધા
- સ્ટારકિડ્સમાં સૌથી ધનાઢ્ય છે Aryan Khan
- King ના શૂટિંગ માટે રાણી મુખરજી પોલેન્ડ જવા રવાના
- Junagadh: મિલ્કતના ભાગ બાબતે કુહાડી-લાકડીઓના ઘા
- હું નરેન્દ્ર મોદીથી ખુબ નજીક -સારા સંબંધો છતાં 50% ટેરિફ લાદવા પડયા : Trump
- Dhrol ના વાંકિયા નજીક કારની ઠોકરે દંપતિ ઘાયલ
- Rajkot સહિત 280 બાર એસો.નો ચૂંટણી કાર્યક્રમ જાહેર : 1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે