શહેરમાં રહેતી પરણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા રિસામણે રહેલી પરણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા કરેલી ભરણ પોષણની અરજી અદાલતે મંજૂર કરી રેલવે કર્મચારી પતિ એ માસિક ₹20,000 ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતી પૂજાબેન નામની યુવતીના પ્રશાંત વાલજી ડાભી નામના રેલવે કર્મચારી સાથે 7 2018 ના રોજ લગ્ન થયા હતા બાદ લગ્ન જીવન ધોળા સમય બાદ પરણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા બાદ બંને પરિવારજનો દ્વારા સમાધાન પણ કરી પરણીતા પોતાના સાસરીયા પરત કરી હતી આમ છતાં પણ પતિ ન વાણી વ્યવહાર વર્તનમાં કોઈ પણ જાતનો ફેરફાર પરણેતા ફરી પોતાના પિયરેસ અમને ચાલી ગઈ હતી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં ભરણપોષણ ની માંગ કરતી અરજી કરી હતી. ભરણ પોષણની અરજી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ પરણીતાના એડવોકેટ અમિત ગડારા દ્વારા કરવામાં આવેલી લેખિત હોકી દલીલમાં હકીકત રેર્કડ પર આવેલ છે, સાસરીયા પક્ષે પરણીતાને ને માનસીક દુખત્રાસ આપેલ હતો, તેથી ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, પત્નીની વિના કારણે ત્યાગ કરેલ હોય તેથી કાયદાકીય જોગવાઈઓ મુજબ ભરણપોષણ આપવાની પતીની કાયદેસરની જવાબદારી બને છે. જેથી અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણપોષણની રકમ મંજુર કરવા રજુઆતો કરવામા આવી હતી. પરણીતાના એડવોકેટ અમીત ગડારાની દલીલો ગ્રાહય રાખી ફેમીલીકોર્ટએ પરણીતાની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે પત્ની ને માસીક રકમ રૂ.૨૦ હજાર અરજીની તારીખ થી ચુકવી આપવી અને અરજીખર્ચના રૂ.૨૫૦૦ ચુકવવા તેવો હુકમ કર્યો છે. પુજાબેન ડાભી વતી એડવોકેટ તરીકે અમિત વી.ગડારા, યશ વૈષ્ણવ રોકાયા હતા.
Trending
- Ahmedabad: લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: દુર્ઘટના પર PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta: બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veravalના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત

