New Delhi તા.19
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) હવે ગ્રાહકોને પોપ્યુલર મર્ચન્ટ વેબસાઈટ પર પોતાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) આઈડી સેવ કરવાની સુવિધા આપવાની તૈયારીમાં છે. આ ફિચરને લોન્ચ કરતા પહેલા આરબીઆઈની મંજુરી લેવી જરૂરી છે. હાલમાં આ પ્રક્રિયા પુરી નથી થઈ.
હાલ કોઈ ગ્રાહક કોઈ ઈ-કોમર્સ સાઈટ પર ચેક કરે છે તો તેને પહેલા યુપીઆઈ એપ પસંદ કરવી પડે છે, જેનાથી તે પેમેન્ટ કરવા માંગે છે. પરંતુ જો ગ્રાહક પોતાનું પસંદગીનું યુપીઆઈ આઈડી લોક કરી નાખશે.
તો પેમેન્ટના પ્રોસેસનું એક સ્ટેપ ઘટી જશે. હાલ તેને ઓફિસિયલી લોન્ચ નથી કરવામાં આવ્યું. પરંતુ એનપીસીઆઈના અધિકારીઓએ તેના પર ઈન્ડસ્ટ્રીના લોકો સાથે ચર્ચા કરી છે.
એનપીસીઆઈએ કોઈ જવાબ નથી આપ્યો પણ જો આ સુવિધા શરૂ થાય છે તો યુપીઆઈ ઓનલાઈન કાર્ડ પેમેન્ટની બરાબર આવી જશે. આરબીઆઈના નિર્દેશો અંતર્ગત પેમેન્ટ ગેટવે કાર્ડને ટોકનાઈઝ કરવાની સુવિધા આપે છે, જેથી ગ્રાહકોને દર વખતે વેબસાઈટ પર કાર્ડ ડિટેલ્સ નાખવાની જરૂર નથી પડતી.
આ સિવાય જો આ ફિચર શરૂ થાય છે, તો ગ્રાહક પોતાની યુપીઆઈ આઈડી એટલે કે યુપીઆઈ હેન્ડલને રેગ્યુલર ઉપયોગવાળી મર્ચન્ટ સાઈટસ જેમકે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ, ટ્રાવેલ બુકીંગ એપ્સ, ફુડ ડિલિવરી એપ્સ અને કિવક કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેવ કરી શકશો.
જો કે આ પ્રોડકટ હાલ પ્રારંભીક તબકકામાં છે, પરંતુ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ક્ધસ્ન્ટ્રેશન રિસ્કને લઈને ચિંતા જાહેર કરી છે. તેમનું કહેવું છે કે આથી અજાણતામાં જ મોટી પાર્ટી જેમકે ફોન પે અને ગુગલ પે ને ફાયદો મળી શકે છે.
આ મુદે યુપીઆઈ અને એનપીસીઆઈ વચ્ચે એક મીટીંગમાં વાતચીત થઈ છે. મીટીંગમાં સામેલ એક શખ્સે જણાવ્યું હતું કે આ ફેરફાર બાદ યુપીઆઈ પેમેન્ટસની સકસેસ રેટ તો વધશે પરંતુ નાના યુપીઆઈ એપ્સ માટે ખુદનું સ્થાપિત કરવું મુશ્કેલ થઈ જશે.