Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 28 એપ્રિલનું પંચાંગ
    • 28 એપ્રિલનું રાશિફળ
    • શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
    • ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
    • પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    • Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
    • Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Mumbai માં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી
    રાષ્ટ્રીય

    Mumbai માં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભગવા રંગના આઈફોન-૧૭, નવી બાયોનિક ચીપ, અપગ્રેડ કેમેરા, બદલાયેલું પ્રોસેસર ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

    New Delhi, તા.૨૦

    અમેરિકન સ્માર્ટફોન કંપની એપલે શુક્રવારે ભારતમાં તેના ફ્લેગશિપ આઈફોન-૧૭ની લાઈનઅપ લોન્ચ કરી હતી, જેને લેવા માટે ગ્રાહકોએ વિશેષરૂપે યુવાનોએ મોડી રાતથી જ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુના એપલ સ્ટોર બહાર લાંબી લાઈનો લગાવી હતી. મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો ડ્રાઈવ મોલમાં એપલ સ્ટોર બહાર ગ્રાહકો લાઈનમાં ઊભા હતા તે સમયે એક ગ્રાહકે લાઈન તોડતા અન્ય ગ્રાહકો સાથે તેને મારામારી થઈ ગઈ હતી. જોકે, ત્યાં હાજર પોલીસે હળવો લાઠીચાર્જ કરી તુરંત સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

    મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બીકેસીમાં એપલ સ્ટોરની બહાર મોડી રાતથી જ સેંકડો ગ્રાહકોએ બે લાઇન લગાવી હતી. સવારના સમયે એક ગ્રાહકે લાઇન તોડતાં તેમની વચ્ચે અંદરો અંદર મારામારી શરૂ થઇ હતી. જેને પગલે સ્થાનિક સુરક્ષા ગાર્ડ અને પોલીસ કર્મચારીઓએ હસ્તક્ષેપ કરી મારામારી કરતા યુવાનોને ફટકારતા તેમને અલગ કર્યા હતા અને થોડીક વારમાં જ સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

    એપલ સ્ટોર બહાર ગ્રાહકોમાં મારામારીની આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, એપલ સ્ટોર ખૂલ્યા પછી ગ્રાહકો લાઇનમાં સ્ટોરમાં પ્રવેશી ખરીદી કરતાં જોવા મળ્યા હતા.

    એપલે શુક્રવારે ભારતમાં નવા આઈફોન-૧૭ની લાઈનઅપ આઈફોન-૧૭, આઈફોન-૧૭ પ્રો અને આઈફોન-૧૭ મેક્સ તથા પહેલો આઈફોન એર લોન્ચ કર્યા હતા. ગ્રાહકોમાં ખાસ કરીને યુવાનોમાં આઈફો-૧૭નો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. દિલ્હીમાં એપલ સ્ટોર બહાર એક ગ્રાહકે કહ્યું કે, એપલે આ વખતે આઈફોનની ડિઝાઈનમાં ફેરફાર કરાયો છે. વધુમાં આઈફોન-૧૭ ભગવા રંગમાં રજૂ કરાયો છે. આ રંગના આઈફોનનું પણ લોકોમાં જબરજસ્ત આકર્ષણ જોવા મળ્યું છે.

    મુંબઈમાં આઈફોન-૧૭ના પ્રથમ ગ્રાહકોમાંના એક અમન મેમણે પોતાના તથા પરિવારજનો માટે ત્રણ આઇફોન ખરીદ્યા હતા. અમને જણાવ્યું હતું કે દર વર્ષે હું આઇફોેનનું નવું મોડલ ખરીદવા માટે ત્રણ વાગ્યાથી લાઇનમાં ઉભો રહી જાઉં છું.

    મને આઇફોનના નવા મોડલ વાપરવાની તાલાવેલી હતી અને છ મહિનાથી હું તેની રાહ જોતો હતો. નવા આઇફોનનો રંગ અને નવી બાયોનિક ચીપ મારા માટે મોટું આકર્ષણ બની રહ્યા છે.

    દુનિયા આખીમાં આવેલા એપલના સ્ટોરની બહાર તેના વફાદાર ગ્રાહકો એપલની નવી પ્રોડક્ટ ખરીદવા માટે લાઇનો લગાવતાં હોય એ સામાન્ય બાબત છે. ભારતમાં નવી દિલ્હી, મુંબઇ અને હવે બેન્ગાલુરૂમાં આવેલાં એપલસ્ટોરની બહાર પણ હવે આવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

    Apple store Customers clash Mumbai queue outside
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

    April 27, 2026
    રાષ્ટ્રીય

    India and New Zealand વચ્ચે એફટીએ પર હસ્તાક્ષર, દેશની નિકાસ ટેરિફ-મુક્ત રહેશે

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Rajnath Singh કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં હાજરી આપશે

    April 27, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026

    ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026

    પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી

    April 27, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.