New Delhi,તા.22
હવે તમે રસ્તામાં ચાલતા હશો તો હોર્નનો કર્કશ અવાજ નહીં સંભળાય પણ બાંસુરી, વાયોલીન, તબલા, હાર્મોનિયમના અવાજો સંભળાશે!
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે, તે એવો કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છે, જેમાં વાહનોમાં હોર્નના કર્કશ અવાજની જગ્યાએ બાંસુરી, તબલા, વાયોલીન અને હાર્મોનિયમના ધ્વનિ સાંભળવા મળશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદા અંતર્ગત બધા વાહનોના રૂપમાં માત્ર ભારતીય સંગીત વાદ્યયંત્રોની ધ્વનિનો ઉપયોગ થશે. આથી હોર્ન સાંભળવા સુખદ લાગશે.