Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન
    • દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે
    • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે
    • Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે
    • Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે
    • 21 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 21 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૧૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૧૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalApril 29, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૧૮ સામે ૮૦૩૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ.

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૫૨ સામે ૨૪૪૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૯૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    પહેલગામ-કાશ્મીરમાં આતંદવાદી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વના ટેન્શન છતાં કોર્પોરટ ઈન્ડિયાના પરિણામોમાં અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વમાં સુલેહની શકયતા અને રશિયા-યુક્રેન યુદ્વ વિરામના સંકેતે આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ શેરોમાં તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધારણાથી સારા રિઝલ્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી રહી હતી.

    ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને  ઘટાડી ૩%થી નીચે કર્યો  છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે.શેરબજારોની વાત કરીએ તો  વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક એસ એન્ડ પી ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. અમેરિકી શેરબજારનો ડાઉ જોન્સ રોલરકોસ્ટર પર છે. ટેરિફની જાહેરાત સાથે તે નીચે ગયો, ૯૦-દિવસના વિલંબના સમાચાર સાથે તે વધ્યો, અને વધતા જતા વૈશ્વિક વેપાર યુદ્ધના હેડલાઇન્સ સાથે તેમાં પ્રચંડ વોલાટાલિટી જોવા મળી છે. કોરોનાવાયરસ પછી બજારોએ સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડયો અને બોન્ડ માર્કેટમાં પણ  ઐતિહાસિક ગભરાટ જોવા મળ્યો હતો. વૈશ્વિક રોકાણકારો યુએસ શેરબજારમાંથી અભૂતપૂર્વ દરે નાણાં ખેંચી રહ્યા છે. તેઓ યુએસ ટ્રેઝરી પણ વેચી રહ્યા છે, જેણે દાયકાઓમાં તેમના સૌથી ખરાબ પતનમાંથી એકનો સામનો કર્યો હતો અને ઇક્વિટી મૂલ્યાંકન પર દબાણ ઉમેર્યું હતું.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૫ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૨.૨૬%,રિલાયન્સ ૨.૨૩%,ટાટા કેમિકલ્સ ૧.૮૭%,એસબીઆઈ કાર્ડ્સ ૧.૪૮,ભારત ફીર્જ ૧.૨૩%,એચસીએલ ટેકનોલોજી ૧.૧૨%,વોલ્ટાસ ૧.૦૪%,ઈન્ફોસીસ ૦.૯૪% વધ્યા હતા,જયારે ઓરબિંદો ફાર્મા ૨.૮૬%,અદાણી ગ્રીન ૨.૨૩%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૦૧%,ગ્લેનમાર્ક ફાર્મા ૧.૯૮%,એસીસી ૧.૭૯%,સન ફાર્મા ૧.૭૯,લ્યુપીન ૧.૫૬%,ઈન્ડીગો ૧.૩૪%,સિપ્લા ૦.૯૦% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, જેપી મોર્ગન અને ગોલ્ડમેન  જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વના બજારોને અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા વચ્ચે ફસાવી દીધું છે.

    ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. યુરોપનો સ્તોક્ષ્ક્ષ ૬૦૦, જે વર્ષોથી યુએસ બજારથી પાછળ રહ્યો હતો, તે ૧% ઘટયો છે, જ્યારે વૈશ્વિક વેપાર યુદ્ધનો સૌથી વધુ ભોગ બનેલા ચાઇનીઝ બ્લુ ચિપ્સ, ફક્ત ૧.૨% ઘટયા છે. ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.

    તા.૩૦.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૯.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૯.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૫૦૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૫૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૫૭૫ પોઈન્ટ થી ૫૫૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૦૧ ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૬ ) :- રૂ.૧૨૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૪ થી રૂ.૧૨૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૨૧૯ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૦૩ સ્ટોપલોસ ધ્યાને લઈ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૭૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી એરટેલ ( ૧૮૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૬૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૭૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૭૩૪ ) :- રૂ.૧૭૭૭ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૮૦૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૬ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૪૯૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૪૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૦ થી રૂ.૧૨૨૭ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૩૯ ) :- રૂ.૮૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    September 20, 2025
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!!

    September 20, 2025
    રાષ્ટ્રીય

    Income Tax માં રૂા.700 કરોડના બોગસ કરમુક્તિના દાવા થયા

    September 20, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 19, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 19, 2025
    રાષ્ટ્રીય

    Apple company એ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ

    September 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025

    Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે

    September 20, 2025

    Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે

    September 20, 2025

    21 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.