Gir Somnath,તા.01
જુનાગઢ રેન્જ માં નાસ્તા ફરતા આરોપીઓને કાયદાના સકંજામાં લેવાના રેન્જ આઈ જી નિલેશ ઝાઝડીયા, ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા ની સુચના ના પગલે ગીર સોમનાથ એલસીબી એ વલસાડ અને ચોરવાડ પોલીસ સ્ટેશનના બે ભાગેડુ ગુનેગારોને દબોચી લીધા હતા.
ગીર સોમનાથ એલસીબી પીઆઇ એ બી જાડેજા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસી સિંધવ અને ટીમ ના પેટ્રોલિંગ દરમિયાન એએસઆઇ રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, એ ટેકનિકલ એનાલિસિસ અને હેડ કોન્સ્ટેબલ નટુભાઈ બસિયાને મળેલી બાતમીને આધારે વલસાડ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ફરાર ખારવા વાળ વેરાવળ વાળો કિસનભાઈ પ્રભુદાસ પીઠડીયા ૪૪, અને ચોરવાડના દારૂના કેસમાં ઉનાના લેરકા ના સુનિલ ઉર્ફે વિપુલ કાના વાળા ને દબોચી લીધો હતો.આ કામગીરી માં એલસીબી ની ટીમ ના પીઆઇ એબી જાડેજા, પીએસઆઇ એવી સિંધવ, રામદેવસિંહ જાડેજા, નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઈ વંશ, અજીતસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ચાવડા, નટુભા બસીયા, ગોવિંદસિંહ વાળા, રાજુભાઈ ગઢીયા, કમલેશભાઈ પિઠીયા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પેરલ ફર્લો ના સુભાષભાઈ ચાવડા, પ્રવીણભાઈ મોરી, રાજવીર સિંહ બારોટ અને નરેન્દ્ર પટાટ એ કામગીરી કરી હતી