ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ગત મોડી રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, નેશનલ હાઈ-વે પરના રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ ઈર્મરજન્સી મારફતે પ્રથમ સ્થાનિક અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક યુવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ક્રેનની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલકને શોધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર મુસાફરો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી સિહોરના વડીયા ગામે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમને હિંડોરણા નજીક અકસ્માત નડયો હતો.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

