Uttarakhand,તા.03
ઉત્તરાખંડના હૃષીકેશમાં સીસીટીવી કેમેરામાં એક ઘટના કેદ થઈ છે જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે.એક સાંઢ ગલીમાં ચાલતાં-ચાલતાં રોડની સાઈડમાં પાર્ક કરેલી સ્કૂટી પર ચડી જાય છે. આગળના બન્ને પગ તે સ્કૂટી પર એવી રીતે ચડાવે છે જાણે સ્કૂટી પર સાંઢ બેસી ગયેલ હોય તેવું લાગે.એના વજનથી સ્કૂટી આગળ-આગળ ચાલવા લાગે છે. સારી એવી સ્પીડમાં સ્કૂટી આગળ દોડે છે અને આખરે એક ખૂણામાં થાંભલા પાસે અથડાતાં અટકી જાય છે.