Ahmedabad, તા.૪
, સોમવારે ધોરણ ૧૨નું પરિણામ જાહેર થશે.આવતીકાલે ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. જેથી આવતીકાલે સવારે ૮ઃ૦૦ વાગે વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ ખ્તજીહ્વ પર જોઈ શકશે પરિણામ.
મળતી માહિતી અનુસાર, આવતીકાલે સોમવારે ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજ-કેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
આ વખતે ધોરણ ૧૨ સાયન્સ તેમજ વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં પણ જલ્દી પરિણામ જાહેર કરવામાં આવશે. જલ્દી પરિણામ આવી જતા વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધી સમસ્યાઓ જલ્દી સમાપ્ત થઈ જશે.
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપી છે. તેમણે ઠ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૫/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.