Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»છેલ્લા ૨૪ કલાક દરમિયાન Gujaratના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો
    ગુજરાત

    છેલ્લા ૨૪ કલાક દરમિયાન Gujaratના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દક્ષિણ Gujaratમાં મેઘાનું જળતાંડવ; ૯ના મોત, દુકાનોમાં પાણી, લોખંડની ગડરો તણાઈ

    અમદાવાદ,તા.૮

    હાલમાં Gujarat રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યભરમાં જાણે મેઘરાજાએ ’ફૂલ ફોર્મ’માં બેટિંગ શરૂ કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, રાજ્યનો લગભગ દરેક ખૂણો વરસાદી પાણીમાં તરબોળ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં ’જળતાંડવ’ જેવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને લોકોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.

    છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો છે. આ વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે રાજ્યના ૬ તાલુકાઓમાં તો ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ એકસાથે ખાબક્યો છે. આ આંકડાઓ જ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. જેમાં ૬ તાલુકામાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં ૧૭ ઈંચ, નવસારીમાં ૧૫ ઈંચ, સુરત શહેરમાં ૧૪ ઈંચ, કપરાડામાં ૧૩ ઈંચ અને જલાલપોરમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત રાજ્યના ૭૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કુલ ૨૮ તાલુકાઓમાં ૪ ઇંચથી લઈને ૧૮.૫ ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સૌથી વધુ જોવા મળ્યું છે.

    સૌથી વધુ અસર ડાયમંડ સિટી સુરતમાં જોવા મળી છે. સતત ભારે વરસાદને લીધે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉધના, લિંબાયત અને સચિન જેવા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૩ લોકોના ઘાયલ થવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

    સ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩ દ્ગડ્ઢઇહ્લ અને ૪ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં આશરે ૩૪૦૦ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિસ્થાપિત થયેલા લોકો માટે કોમ્યુનિટી હોલમાં રહેવા અને જમવાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

    સુરતમાં વરસાદની સાથે ખાડીઓનું સ્તર વધતા પરિસ્થિતિ વધુ વણસી છે. પાંડેસરામાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા તેની આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાગસેન નગરમાં તો પાણી ૪ ફૂટ સુધી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવકરીનો સામાન બચાવવા માટે પરિવારોએ ભારે જહેમત ઉઠાવવી પડી છે.

    બીજી તરફ, મીઠીખાડીની સ્થિતિ પણ અત્યંત ગંભીર બની છે. ઇતિહાસમાં પ્રથમવાર મીઠીખાડી બ્રિજ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. ડુંભાલ ટાંકી સુધીનો સમગ્ર વિસ્તાર પાણીમાં હોવાથી લોકો ઘરોમાં ફસાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. માત્ર સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. બારડોલી ૯.૫ ઇંચ, અંબિકા ૯ ઇંચ, તાપી (ડોલવણ) ૯ ઇંચ, મહુવા ૯ ઇંચ, ડાંગ ૮.૭૫ ઇંચ, સુબીર અને ગણદેવી ૮ ઇંચ અને વાલોડ અને ચીખલીમાં ૭.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

    દક્ષિણ ગુજરાતના ૨૮ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વાહનો ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે. બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોને ભારે નુકસાન થયું છે અને લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે.

    હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત વરસાદને કારણે જળાશયો અને નદીઓ પણ ભયજનક સપાટી પર વહી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે સ્થિતિ ચિંતાજનક છે. મેઘરાજાએ જે રીતે બેટિંગ કરી છે, તેણે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાન્ય માનવીના જીવન પર ઊંડી અસર કરી છે. આગામી સમયમાં જ્યારે વરસાદનું જોર ઘટશે ત્યારે જ સ્થિતિ થાળે પડશે, પરંતુ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રાખવાની અને તેમને મદદ પહોંચાડવાની છે.

    GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં’ : Kriti Sanon
    Next Article Actress Esha Gupta એ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    ગુજરાત

    Gandhinagar મનપા ચૂંટણીઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર આજે મતદાન

    October 10, 2026
    ગુજરાત

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-10-2026 03:54
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.