Morbi,તા.05
ચરાડવા ગામે ખુલ્લા પટમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૬ હજાર જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાલી આશ્રમ સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં લીંબડાના છાયડા નીચે જુગાર રમતા યુવરાજસિંહ ભીખુભા ઝાલા, લવજીભાઈ નાથાભાઈ ગોહિલ, મનસુખભાઈ જીવાભાઈ સોલંકી અને બાબુલાલ પંજાભાઇ પરમાર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૪૬,૦૦૦ જપ્ત કરી હળવદ પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે