રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટનો ગેરકાયદે રીતે કબજો ધરાવતા હોવાની દંપતી સામે ફરિયાદ નોંધાવી ‘તી
Rajkot,તા.07
શહેરના રાતરાણી એપાર્ટમેન્ટના લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૩૦૨ નો કબજો દમયંતીબેન નવીનભાઈ મહેતા અને દિનેશભાઈ નવીનભાઈ મહેતા ગેરકાયદે રીતે વર્ષ ૨૦૧૩ થી ધરાવતા હોવાની ફરિયાદ દિપકભાઈ મગનભાઈ સાંગાણી દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ રદ કરવા દિનેશભાઈ નવીનભાઈ મહેતાએ હાઇકોર્ટમાં ક્વોસિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે ચાલી જતા અરજદારના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૦૫થી ફલેટના માલિક દમયંતીબેન નવીનભાઈ મહેતા હતા અને ૨૦૧૩ માં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા માત્ર સીકયુરીટી માટે જ દસ્તાવેજ દિપકભાઈ મગનભાઈ સાંગાણીને કરી આપવામાં આવેલ હતો. પરંતુ ફલેટનો કબજો ક્યારેય પણ આપવામાં આવેલ ન હતો અને દિપકભાઈ મગનભાઈ સાંગાણી દ્વારા આપવામાં આવેલ રકમ પરત આપવાનું જણાવતા તેમણે રકમ સ્વીકારવાની ના પાડેલી અને તે અનુસંધાને હાલની ફરિયાદ કરેલ છે તે રજુઆતો ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ દિવ્યેશ એ. જોષી દ્વારા અરજદારની ધરપકડ સામે સ્ટે આપેલો છે.આ કેસમાં અમદાવાદના સીનીયર એડવોકેટ હર્ષીતભાઈ ટોલીયા, લો સ્ટુડન્ટ હર્ષવી ટોલીયા, રાજકોટના દફતરી લો ચેમ્બર્સના ધારાશાસ્ત્રી પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદ્દા અને શીવાંગી મજીઠીયા રોકાયા હતા.