New Delhi,તા.07
ભારતે ગઈકાલે રાત્રીના પાર પાડેલા Operation Sindoor નામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આપ્યુ હતું. જે રીતે પહેલગામમાં હિન્દુ મહિલાના ‘સુહાગ’ ઉજાડી દેવામાં આવ્યા હતા.
તે સમયથી જ વડાપ્રધાન મોદીએ સેનાને વળતો પ્રહાર કરવા તૈયાર રહેવા આદેશ આપ્યો હતો અને લગભગ એક પખવાડીયા બાદ આ Operation Sindoor-કાર્યવાહી પાર પડાઈ હતી. મોદી આ Operation Sindoorની નાની નાની બાબતોની પણ ચિંતા કરતા હતા.
ખાસ કરીને ભારતીય દળોને કોઈ ખુવારી સહન ન કરવી પડે તે નિશ્ચિત કર્યુ હતું અને ગઈકાલે રાત્રીના મોદીએ તેમના નિવાસે આ સમગ્ર કાર્યવાહી જીવંત નિહાળી હતી અને બાદમાં તેઓએ સૈન્ય કમાન્ડને અભિનંદન આપ્યા હતા તથા ફરી સવારથી તેઓ ફરી સલામત બાબતોની કેબીનેટ કમીટી વિ.ની બેઠકોમાં વ્યસ્ત થઈ ગયા હતા.